શહેરના સામા કાંઠા વિસ્તારની આવેલી ત્રિવેણી સોસાયટીની પરિણીતાનું સસ્તા સોનાના બહાને અપહરણ કરી ભાવનગર હાઈવે વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ અવાવ સ્થળે મોતને ઘાટ ઉતારી લૂંટ લૂંટ ચલાવવાના આઇપીસી ૩૦૨, ૩૬૫ના ગુનાના ૭ વર્ષ પહેલાના કેસમાં અદાલતે પ્રભાત આપાભાઇ અવાડિયાને આજીવન કેદ અને દડં ફટકારતો હત્પકમ કર્યેા છે. આ કેસની હકીકત મુજબ, ૨૦૧૭ની સાલમાં શહેરના સતં કબીર રોડ પર આવેલી ત્રિવેણી સોસાયટી શેરી નંબર ૧માં રહેતી પરિણીતા ગુમ થયા અંગેની પતિ મહેશભાઈ ઉર્ફે ગોરધનભાઈ બચુભાઈ મકવાણાએ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી. બાદ રાજકોટ ભાવનગર ધોરી માર્ગ પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ આવળ માતાજીની ધારના પેટાળમાંથી માનવ અવયવો, પગ અને ક્રીના કપડા પડા હોવાની બી ડિવિઝન પોલીસને જાણ થતા સ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં મળી આવેલા માનવ પગનું અને ગુમ થયેલી પરિણીતાના પુત્રનું ડીએનએ કરતા મેચ થયું હતું. તેમાં મૃતક ગોરધનભાઈ બચુભાઈ મકવાણાના પત્ની હોવાનું ખુલ્યું હતું. બી ડિવિઝન પોલીસે મૃતકના પતિ મહેશભાઈ ગોરધનભાઈ મકવાણાની ફરિયાદ પરથી પોલીસે પ્રભાત આપાભાઇ અવાડિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હત્યા, લુંટ અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઝડપાયેલ પ્રભાત અવાડીયાની પ્રાથમિક પૂછપરછમાં પ્રભાતે પરિણીતાને સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી સોના ચાંદીના ઘરેણા મેળવી લીધેલા અને પોતાના બાઈક પર બેસાડી પરણિતાને ભાવનગર હાઈવે પર આવેલા વિઠ્ઠલવાવ ગૌશાળા પાછળ આવળ માતાજીની ધાર પાસે લઈ જઈ તેઓએ પહેરેલા ઘરેણા લૂંટી લઇ દોરડા વડે ગળે ટૂંકો આપી માથામાં પથ્થરના ધા ઝીંકી મોત નિપજાવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન બનાવમાં ઉપયોગમાં લેવાયેલ દોરડું તેમજ માથામાં મારવામાં આવેલા પથ્થરો કબજે કર્યા હતા. બાદ તપાસ પૂર્ણ થતા તપાસનીશ દ્રારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે આ સંપુર્ણ કેસ ચલાવનાર એડીશનલ પી.પી. કમલેશ ડોડીયા દ્રારા કુલ ૧૮ સાહેદો તપાસવામાં આવ્યા હતા. કુલ ૫૧–દસ્તાવેજો કોર્ટમાં રજુ કરી તે સાબિત કરવામાં આવેલ હતા. જેમાં ગુજરનારના ઘરેણા વેંચી આરોપી દ્રારા પોતે જે લોકો પાસેથી વ્યાજે લીધેલ દેણુ ચુકવવામાં આવેલ હતું. તે રકમ પોલીસ દ્રારા કબ્જે કરવામાં આવેલી તેમજ આરોપીને રકમ આપનાર લોકોને પણ સાક્ષી તરીકે તપાસવામાં આવેલા હતા. સંપુર્ણ સાંયોગીક પુરાવા ધ્યાને લઈ ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ વિક્રમસિંહ બી. ગોહિલ દ્રારા આઈ.પી.સી. કલમ –૩૦૨ સાબિત માની આરોપી પ્રભાત આપાભાઇ અવાડીયાને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા, ા. ૧૦,૦૦૦– નો દડં અને આઈ.પી.સી. કલમ–૩૬૫ સાબિત માની ૭–વર્ષની સજા અને ા.૫ હજારનો દડં ફરમાવતો હત્પકમ કર્યેા છે. આ કેસમાં સરકાર તરફે એડિશનલ પી.પી. કમલેશ ડોડીયા, સહાયક એડવોકેટ તરીકે ઉર્વી આચાર્ય અને ફરીયાદી તરફથી અભય ભારદ્રાજ એસોસીએટસના એડવોકેટસ અશં ભારદ્રાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયશ શુકલ, ચેતન પુરોહિત રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech