દારુના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજકોટમાંથી પકડાયો

  • August 29, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનનાં જયપુરના રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારુ (આબકારી અધિનિયમન)નાં  ગુનામાં છ વર્ષ થી નાસ્તા ફરતા આરોપી ને જામનગર પોલીસે રાજકોટ માંથી ઝડપી પાડયો છે.
મૂળ જામનગર નો અને હાલ રાજકોટ માં માધાપર ચોકડી, વોરા સોસાયટી નજીક, કેળાની વખાર પાસે રહેત કૈલાસગીરી મોહનગીરી ગોસ્વામી સામે વર્ષ ૨૦૧૮ માં રાજસ્થાન નાં જયપુરનાં રેલ્વે પોલીસ સ્ટેશનમાં આબકારી અધિનિયમન - દારૂ અંગેનો કેસ નોંધાયો હતો.
જે આરોપી છ વર્ષ થી નાસ્તો ફરતો હતો. આ આરોપી હાલ રાજકોટમા પોતાના ઘર નજીકનાં વિસ્તારમા હોવાની બાતમી જામનગર પેરોલ ફર્લો સ્કવોડના ગોવિંદભાઇ ભરવાડ, સલીમ નોયડા, ઘનશ્યામ ડેરાવડીયા, ભરત ડાંગર અને કાસમ બ્લોચને મળી હતી જેના આધારે જામનગર પોલીસની ફર્લો સ્ક્વોડ દ્વારા દરોડો પાડી ઝડપી લેવાયો હતો. આરોપી સામે અગાઉ જામનગર સીટી-સી અને નવસારી ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુના નોંધાયા છે.
**
દ્વારકામાં વિદેશી દારુ ઝડપાયો: આરોપી ફરાર
દ્વારકાના શિવરાજપુર બીચ વિસ્તારમાં રહેતા વિમલભા બાલુભા સુમણીયા નામના શખ્સ દ્વારા પોતાના મકાનની બાજુના વાડામાં રાખવામાં આવેલી રૂપિયા ૧,૨૦૦ ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલ પોલીસે કબજે કરી હતી. જોકે આરોપી વિમલભા સુમણીયા પોલીસને હાથ ન લાગતા દ્વારકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application