ગોંડલનાં મોટા મહીકા ગામે ગત ખંઢેર જેવા મકાનમાંથી અર્ધ બળેલી લાશની રહસ્યમય ઘટનાનો ભેદ ગણતરીનાં દિવસોમાં પોલીસે ઉકેલી હત્યારા હસમુખ વ્યાસને ગોંડલ ચોકડીથી રીબડા વચ્ચે દબોચી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. રાજકોટમાં ઘણાં લોકોને અયોધ્યામાં કેટરિંગ કામ અપાવી દેવાની ગુલબાંગો ફેંક્યા બાદ કામ માટે ઉઘરાણાં શરું થતા કંટાળીને પોતાને મૃત જાહેર કરવા પાડોશી યુવાનને દોરીથી ગળાફાંસો દઇ મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત હસમુખે કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મોટા મહીકામાં અર્ધ બળેલી હાલતમાં પુરુષની લાશ મળ્યા બાદ તાલુકા પીઆઇ જે.પી. રાવ ઉપરાંત એલસીબી તથા એસઓજી ટીમે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમીક તપાસમાં મૃતદેહ રાજકોટ રહેતા હસમુખ મુળશંકરભાઈ ધાનજા વ્યાસ હોવાનુ બહાર આવ્યું હતું.
પોલીસ પણ ચોંકી ઉઠી હતી
દરમિયાન રાજકોટની સદગુરુ સોસાયટીમાં રહેતી ગાયત્રીબેન ગૌસ્વામીએ પોતાના પતિ સંદીપભાઈ તેનાં પાડોશમાં રહેતા હસમુખ સાથે ગયા પછી ગુમ થયાનુ જાહેર કર્યા બાદ પીએમ દરમિયાન મૃતદેહ પોતાના પતિ સંદીપનો હોવાનુ જણાવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.
હસમુખને ગોંડલ-રીબડા વચ્ચેથી ઝડપી લીધો
પોલીસ તપાસમાં શાપરનો સગીર બનાવ સમયે હાજર હોય તેવી માહિતી મળતા પોલીસે શાપરથી સગીરને ઉઠાવી લઈ પૂછપરછ કરતા હસમુખે સંદીપની હત્યા કરી પોતાની ઓળખ થાય તે માટે મૃતદેહની બાજુમાં પોતાનાં ચપ્પલ, પાકીટ, આધારકાર્ડ સહિત ડોક્યુમેન્ટ રાખી દઇ પોતે મૃત્યુ પામ્યાની સ્ટોરી ઘડી હોવાનું અને મૃતક તરીકે ઓળખાયેલ શખ્સ ખુદ હત્યારો હોવાનું બહાર આવતા અલગ અલગ લોકેશન ટ્રેસ કરી હસમુખને ગોંડલ-રીબડા વચ્ચેથી ઝડપી લીધો હતો.
લોકોનાં ઉઘરાણાં વધતા ઘડ્યો હત્યાનો પ્લાન
હત્યારા હસમુખની પૂછપરછમાં તેણે એવું જણાવ્યું કે, અયોધ્યા ખાતે પોતાને કેટરર્સનો કોન્ટ્રાક્ટ મળેલ છે. તેવું કહી લોકોને આ કોન્ટ્રાક્ટમાં ઉંચા પગાર સાથે કામ અપાવવાની લાલચ આપતો હતો. પરંતુ વાસ્તવમાં આવા કોઈ કોન્ટ્રાક્ટ પોતાને મળેલ હોય નહીં જે લોકોને આરોપીએ રોજગારીની લાલચ આપી હતી. આ અંગે કોન્ટ્રાક્ટમાં કામે જવા માટે વારંવાર પૂછતા હોય અને રાજકોટમાં પણ એક વ્યક્તિ કેટરિંગનાં કોન્ટ્રાક્ટમાં વચ્ચે હોય બાદમાં આ કોન્ટ્રાક્ટ પણ નહીં મળતા પોતાની જ્યાં જ્યાં બેઠક હતી ત્યાં કામ માટે લોકોનાં ઉઘરાણાં થતા પોતાનાં જુઠ્ઠાણામાં ફસાયો હતો.
ખોટી સ્ટોરી ઉભી કરવા બનાવને અંજામ આપ્યો
આથી કંટાળીને પોતે મૃત જાહેર થાય તો કોઈ પોતાને આ બાબતે પૂછે નહીં તે હેતુથી ફિલ્મી સ્ટોરી જેવો ખોફનાક કારસો ઘડી કાઢ્યો હતો. જેને અંજામ આપવા હસમુખે કાયદાના સંઘર્ષમાં આવેલ શાપરનાં બાળ કિશોરની મદદથી પોતાના વતન મોટા મહીકા ગામે જૂના મકાનમાં સફાઈ કામ કરવાના બહાને સંદીપગીરી અમૃતગીરી ગોસ્વામીને મોટા મહીકા લઈ જઈ ઘેનની ગોળીઓ પીવડાવી દઈ સંદીપે પહેરેલ જાકીટની દોરીથી ગળાટૂંપો આપી બેભાન જેવી હાલત કરી હસમુખ ધાનજા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે મળી ભોગ બનનાર ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ હસમુખે પોતાનો મોબાઇલ, ચંપલ, પાકીટ તથા તેના આઇડી કાર્ડ રાખી પોતે મરી ગયેલ છે તેવી ખોટી સ્ટોરી ઉભી કરવા બનાવને અંજામ આપ્યો હતો.
પત્નીને મળવા આવ્યો ને પોલીસે દબોચી લીધો
પોલીસ પકડથી દૂર રહેવા હસમુખ ગીરસોમનાથ તરફ નાસી છૂટ્યો હતો. પણ પોલીસે પગેરું દબાવતા ત્યાંથી નાસી છૂટ્યો હતો. દરમિયાન ભેજાબાજ હસમુખ રાજકોટ તેની પત્નીને મળવા આવવા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી. પણ સાતીર મગજ ધરાવતા હસમુખને જાણ થઇ જતા પત્નીને મળ્યા વગર ગોંડલ તરફ નાસી છૂટવા ગોંડલ ચોકડીથી રિક્ષામાં બેસી પસાર થઇ રહ્યો હતો ત્યારે રીબડા પાસેથી તેને ઝડપી લીધો હતો.
એક પત્ની રાજકોટમાં અને બીજી આસામમાં રહે છે
હસમુખની પહેલી પત્ની રાજકોટ રહે છે. બીજી પત્ની આસામની છે. જેની સાથે હસમુખ રહેતો હતો. તપાસનીશ પીઆઇ. જે.પી.રાવે જણાવ્યું કે નિર્ભયાકાંડમાં જેમ સગીર આરોપીનાં સાયકોલોજી ટેસ્ટ થયા હતા તેમ આ હત્યામાં સંડોવાયેલા સગીરનો સાયકોલોજી ટેસ્ટ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech