પોરબંદરમાં મિત્રતાના દાવે અપાયેલ રકમના ચેક રીટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર કોર્ટમાં ખાપટના રહીશ ડોકટર જીતેન્દ્ર ગોવિંદભાઇ જોશીએ એન.આઇ. એકટની કલમ -૧૩૮ મુજબ ફરિયાદ કરેલ કે યોગેશ લાલજીભાઇ જોશી મારી સાથે મિત્રતાના દાવે હાથ ઉછીના ા. ૯,૦૦,૦૦૦ લીધેલા અને તે પરત કરવા યોગેશભાઇએ ચેક આપેલ અને પાકતી તારીખે મળી જશે તેવી વચન, વિશ્ર્વાસ અને ખાત્રી આપેલ પણ તે ચેક વણચુકવ્યો પરત ફરતા તેમની સામે જાતે હાજર થઇ ફરીયાદ આપેલ તથા દસ્તાવેજી પુરાવાઓ જેમાં ચેક, રીટર્ન મેમો, નોટીસ વગેરે રજુ રાખતા પોરબંદર કોર્ટે આરોપી યોગેશ લાલજીભાઇ જોશીને સમન્સ કરી કોર્ટમાં હાજર રહેવાનું ફરમાવતા આરોપી યોગેશ લાલજીભાઇ જોશી તેઓના એડવોકેટ સાથે કોર્ટમાં હાજર થયેલા અને ફરીયાદીની ફરીયાદ સાચી ન હોય, ફરીયાદીએ ખોટી ફરીયાદ કરેલ હોય. આમ, ગુન્હો કબુલ ન હોય કેસની ટ્રાયલ ચલાવવાનું જણાવતા કેસની ટ્રાયલ ચલાવવામાં આવેલી.
જેમાં ફરિયાદપક્ષે ફરીયાદી ડોકટર જીતેન્દ્રભાઇ જોશીએ જાતે હાજર રહી પુરાવો આપતા તે પુરાવાનું ખંડન આરોપીના વકીલે વિગતવાર કરેલ અને ત્યારબાદ બન્ને પક્ષે મૌખિક દલીલો પણ થયેલી અને અલગ-અલગ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ પણ રીફર કરેલા.
આરોપી તરફે દલીલમાં જણાવવામાં આવેલ કે, ફરીયાદી ડોકટર હોય, તેમજ ફરીયાદી તથા આરોપી એકજ જ્ઞાતિના હોય દવા લેવા આવવા-જવાના ડોકટર દર્દીના સંબંધો હોય અને ફરીયાદીએ આરોપીને જણાવેલ કે મારે મેડિકલ સ્ટોર કરવો છે જેથી તારી ઇચ્છા હોય તો મેડીકલ સ્ટોર તારા નામનો કરીએ. તેમ જણાવી આરોપીની પાસેથી આશરે ા. ૧,૦૦,૦૦૦ લાખ જેટલી રોકડ રકમ તથા કોરા ચેકો તથા આધારકાર્ડ વગેરે તથા સ્ટેમ્પ પેપર પર કોરી સહીઓ લીધેલી અને આમ , આરોપીએ ફરીયાદીને ા. ૧,૦૦,૦૦૦ બેંક ટ્રાન્ઝેકશનથી આપેલાની સાબિતી હતી. થોડા સમય બાદ મેડિકલ સ્ટોર અંગે કોઇ કાર્યવાહી ન થતા આરોપીએ ફરીયાદીને જણાવેલકે આ મેડિકલ સ્ટોરનું શું થયું? ત્યારે ફરીયાદી ખોટા વાયદા આપતા અને છેલ્લે કંટાળી આરોપીએ ફરીયાદીને જણાવેલ કે મારા કોરા ચેક અને કાગળો પાછા આપો અને બેંક ટ્રાન્ઝેકશનથી આપેલા પિયા પણ મને પરત કરો. ત્યારબાદ ફરીયાદીએ આરોપીના ખોટી રીતે લઇ લીધેલા ા. ૧,૦૦,૦૦૦ પરત આપેલા નહી અને આરોપી પાસેથી મેડિકલ સ્ટોરના નામે લીધેલા કોરા ચેક આરોપીની પરવાનગી વગર ભરી વટાવી નાખી ખોટી રીતે પરત કરાવી હાલની ખોટી ફરિયાદ કરેલ છે તેવી દલીલો કરી કોર્ટને અરજ કરેલ કે, આમ આરોપીએ ફરિયાદીની ફરીયાદ મુજબનો કોઇજ ગુન્હો કરેલ ન હોય, આરોપીને છોડી મુકવા અરજ છે.
ત્યારબાદ કોર્ટ દ્વારા રેકર્ડ પર રહેલા પુરાવાનું મુલ્યાંકન કરી તથા બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ફરીયાદી પોતાની ફરીયાદ પુરવાર ન કરી શકતા શંકાનો લાભ આપી આરોપી યોગેશભાઇ લાલજીભાઇ જોશીને એન.આઇ.એકટની કલમ -૧૩૮ મુજબ શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ અદાલતમંા જાહેર કરેલ હતો.
આ કામમાં આરોપીપક્ષે પોરબંદરના વકીલ જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી. શિંગરખીયા, એન.જી. જોષી, એમ.ડી.જુંગી, વી.જી. પરમાર, રાહુલએમ શીંગરખીયા, જીજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech