પોરબંદરમાં વનાળા બાયપાસ પાસે અકસ્માત: એએસઆઇના પુત્રનું મોત

  • January 20, 2025 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં વનાળા બાયપાસ પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બાઇકમાં સવાર પોરબંદરમાં ગરબી ચોક પાસે રહેતા એએસઆઇના યુવાન પુત્રનું મોત થયું હતું.યુવાન તેના શેઠ પાછળ બાઇકમાં બેસી કેટરીંગ કામ માટે જતો હતો દરમિયાન આ ઘટના બની હતી.બનાવને લઇ યુવાનના પરિવારમાં માતમ છવાય ગયો હતો. 

અકસ્માતની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ,પોરબંદરમાં વનાળા બાયપાસ પાસે નવોદય સ્કૂલ નજીક તા.૧૮/૧ ના સાંજે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા બાઇક પર પાછળ બેઠેલો યશ વિષ્ણુભાઇ ચૌહાણ(ઉ.વ ૨૧) નામનો યુવાન ગંભીર રીતે ઘવાયો હતો.જેથી તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


યુવાન બે ભાઇના પરિવારમાં નાનો હતો.યુવાનના પિતા પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવે છે.યુવાન તેના શેઠ રમેશભાઇ સાથે કેટરીંગ કામ માટે જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પોરબંદરના એએસઆઇના યુવાન પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી અકસ્માતની આ ઘટનાને લઇ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે


ગરમ પાણીનું તપેલું પડતા વૃદ્ધ દાઝયા


રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા સનમ કોટર પાછળ બચ્ચુંના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા આલુભાઇ મગનભાઈ જાદવ 60 નામના વૃદ્ધ સાંજે પોતાના ઘરે ગરમ પાણી કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે ગરમ પાણી ભરેલું આ તપેલું તેમના માથે પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી અને બનાવો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application