ગોંડલના ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં 2ના મોત ઙ્ખયા છે. 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ઙ્કહોંચી હતી. ગોંડલ જસદણ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે ફરી આજે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલા સહિત 2 ના મોત નિપજ્યા છે.
જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકા ની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ ને લઈને 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી. શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડ સહિતના સામાજિક કાર્યકરો હોસ્પિટલે દોડી આવ્યા હતા.
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રાઇબર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇનોવા કાર જસદણ થી કોડીનાર જતી જેમાં ઇનોવા કાર ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે અથડાઇ હતી જેમાં બંને કાર પલ્ટી મારી જવા પામી હતી ઇનોવા કારમાં પાંચ લોકો સવાર હતા જેમાં જીજે03એચએ 1117 નંબરની ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને ઇનોવા કાર માં સવાર રેહાનાબેન અસરફભાઈ ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન અસ્લમભાઇ પરિયાણી ઉ.વ.50, હાજી હુસેનભાઈ ખીમાણી ઉ.વ.70, અને સેજાનભાઈ ખીમાણી જ્યારે ગોંડલ તરફથી આવતી જીજે03એમએલ 8781 નંબર ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર ઉ.વ. 25 અને તેજસ રવજીભાઈ પાનસુરીયા ઉ.વ.25ને ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
ઘોઘાવદર નજીક બે કાર વચ્ચે થયેલ ગોઝારા અકસ્માત વહેલી સવારે થયો 108 એમ્બ્યુલન્સના પાયલોટ પ્રતાપભાઈ અને ઈએમટી કાનજીભાઈને સવારે સવા છ આસપાસ અકસ્માતનો કોલ આવ્યો હતો જેમાં બે 108 એમ્બ્યુલન્સ, 2 નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી. જ્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડ, નગરપાલિકા ફાયર સ્ટાફ, સામાજિક કાર્યકરો સહિતના સિવિલ હોસ્પિટલમાં ઙ્કહોંચ્યા હતા અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે ઙ્કહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech