છત્તીસગઢના બાલોદ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતમાં ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને ૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત આજે વહેલી સવારે ડોંડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ભાનુપ્રતાપપુર–દલ્લીઝારા રોડ પર ચૌરાપાવડ પાસે થયો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત અંગે માહિતી આપતાં અધિક પોલીસ અધિક્ષક અશોક જોશીએ જણાવ્યું હતું કે ભાનુપ્રતાપપુર–દલ્લીઝારા રોડ પર ચૌરાપાવડ નજીક એક ટ્રકે રોંગ સાઈડમાં આવી રહેલી એક એસયુવી કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હતા, યારે ૭ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોને રાજનાંદગાંવ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્રારા તેની શોધ કરવામાં આવી રહી છે.
પાંચ મહિલાઓ અને એક બાળક સહિત સાત ઘાયલોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા, યાંથી તેમને વધુ સારવાર માટે રાજનાંદગાંવ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અકસ્માત મોતનો અહેવાલ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે પીડિતો જિલ્લાના ગુંદરદેહી વિસ્તારના રહેવાસી હતા. આ અકસ્માત રવિવારે મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો, યારે લોકો પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું કે મૃતકોમાં ચાર મહિલાઓ પણ સામેલ છે. મૃતકોની ઓળખ સુમિત્રા બાઈ કુંભકર (૫૦), મનીષા કુંભકર (૩૫), સગુન બાઈ કુંભકર (૫૦) અને ઇમલા બાઈ (૫૫), દુર્પત પ્રજાપતિ (૩૦) અને એક સગીર જીેશ કુંભકર (૭) તરીકે થઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech