ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર રીબડા નજીક ગત સાંજે ટ્રક તથા ટાટા ૪૦૭ વચ્ચે અકસ્માત સર્જાતા મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રક ચાલક નું દબાઇ જવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત નિપયુ હતુ.સિકસલેનનું કામ ચાલુ હોય બનાવ નાં પગલે ટ્રાફિક જામ થવા પામ્યો હતો.બનાવ ન ની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ટ્રક ચાલક નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડી ટ્રાફિક કિલયર કરાવ્યો હતો.
પ્રા વિગત મુજબ રીબડા નજીક રાજકોટથી મગફળી ભરી ગોંડલ આવી રહેલ જીજેઓ ૩ એટી ૪૫૦૦ નંબરના ટ્રક અને ટાટા ૪૦૭ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા મગફળીની ગુણો ભરેલો ટ્રક પલટી મારી જતા ટ્રક ડ્રાઈવર ગોંડલ નાં ભોજરાજપરા કુંભારવાડામાં રહેતા ભુપતભાઇ ઉર્ફ નિલેશભાઈ પોપટભાઇ ચૌહાણ ઉ.૪૭ નું ઘટનાસ્થળે ગંભીર ઇજાઓ ને કારણે કમકમાટીભર્યુ મોત નિપયુ હતુ. અકસ્માત સર્જાતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થતા તે કિલયર કરાવવા પોલીસ ને પરસેવો વળી ગયો હતો. અકસ્માત માં મૃત્યુ પામનાર ભુપતભાઇ ને સંતાનમાં એક દિકરો છે.તેઓ ડ્રાઈવિંગ નો વ્યવસાય કરતા હતા.ટ્રક ગોંડલ નાં મુકેશભાઈ રૈયાણીનો છે.અને ભુપતભાઇ તેમા આઠ વરસથી ડ્રાઈવિંગ કરતા હતા. અકસ્માત માં તેનું અકાળે મોત નિપજતા પરીવાર શોકમ બન્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech