સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) અને સરકારને અંડરગ્રેજ્યુએટ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે નીટ યુજી પરીક્ષા રદ કરવાની માગણી કરતી નોટિસ જારી કરી છે. નીટ કેસમાં સુપ્રીમ કોર્ટે વધુ કડક વલણ દાખવ્યું અને કેન્દ્ર અને એનટીએને ચેતવણી આપી. ખંડપીઠે કહ્યું કે આ સમગ્ર મામલામાં તપાસ કયર્િ પછી, કોઈપણ તરફથી 0.001% બેદરકારી પણ કરવામાં આવી છે, તો તેની સાથે સંપૂર્ણ અને કડક કાર્યવાહી થવી જોઈએ. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી છે અને તેમની મહેનત અમે ભૂલી ના શકીએ. જો ખરેખર પરીક્ષામાં કોઈ ભૂલ થઈ હોય તો તેને સમયસર સુધારવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે નીટ યુજી પરીક્ષામાં કથિત પેપર લીક અને અન્ય ઘણી ગેરરીતિઓ અંગે શિક્ષણશાસ્ત્રી નીતિન વિજય સહિતની અરજીઓ પર સુનાવણી કરી. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે પરીક્ષા માટે વિદ્યાર્થીઓની મહેનતને સમજીએ છીએ. બાળકોએ પરીક્ષાની પૂરેપૂરી તૈયારી કરી છે. અમે તેમની મહેનતને અવગણી શકીએ નહીં. સરકાર અને એનટીએએ આ અરજીઓને પ્રતિકૂળ મુકદ્દમા તરીકે ન લેવી જોઈએ, તેના બદલે એનટીએ અને સરકારે 8મી જુલાઈએ સંપૂર્ણ તૈયારી સાથે આવવું જોઈએ.
સુનાવણી દરમિયાન, કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે જો સિસ્ટમમાં 0.01% પણ ખામી જોવા મળશે, તો અમે તેની સાથે કડક કાર્યવાહી કરીશું. આ પછી, બેન્ચે નવી અરજીઓ પર કેન્દ્ર અને એનટીએને નોટિસ પણ જારી કરી અને બે અઠવાડિયામાં જવાબ માંગ્યો. હવે મુખ્ય અરજીની સાથે 8મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે.
જ્યારે અરજદાર નીતિન વિજયનું કહેવું છે કે નીટ પરીક્ષામાં ગેરરીતિઓને લઈને ચાલી રહેલા ડિજિટલ સત્યાગ્રહ હેઠળ 20 હજાર વિદ્યાર્થીઓએ તેમની ફરિયાદ આપી છે. પેપર લીક અને ગેરરીતિઓને ટાંકીને અરજીમાં માંગ કરવામાં આવી હતી કે સમગ્ર પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી પરીક્ષા લેવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech