જાપાનમાં લગભગ ૯૨ ટકા લોકો માને છે કે તેમને ચીનથી ખતરો

  • April 10, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેશ છોડોના નારા લગાવીને ચીન વિદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અહીં જાપાનમાં લગભગ ૯૨ ટકા લોકો માને છે કે તેમને ચીનથી ખતરો છે. ચીન ક્ષેત્રીય સુરક્ષા માટે સતત ખતરો બની રહ્યું છે. પાડોશી દેશોમાં ચીન પ્રત્યે અસુરક્ષાની લાગણી સતત ઘેરી બની રહી છે. તાજેતરના એક સર્વેમાં સામે આવ્યું છે કે ૯૨ ટકા જાપાનીઓ માને છે કે ચીન તેમની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો છે. તે જ સમયે, છેલ્લા કેટલાક મહિનામાં, તાઇવાન પછી, ચીને હવે ફિલિપાઇન્સને તેની આક્રમકતાનું નિશાન બનાવ્યું છે. જેના કારણે હવે ફિલિપાઈન્સના લોકો પણ ચીન વિદ્ધ રસ્તા પર આવી ગયા છે.

ગયા મંગળવારે ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં વિરોધીઓએ ચીન ફિલિપાઈન્સ છોડેના નારા લગાવ્યા હતા અને ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગનું પૂતળું બાળ્યું હતું. નોંધનીય છે કે ચીનના વધતા ખતરાને જોતા અમેરિકા, ફિલિપાઇન્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયાની નૌસેનાએ પણ દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ શ કરી દીધો છે.

આ દિવસોમાં, ફિલિપાઇન્સ પશ્ચિમ ફિલિપાઇન સમુદ્રમાં પાણીની તોપો વડે ફિલિપાઇન્સને નિશાન બનાવતા ચીનના કોસ્ટલ ગાડર્સને કારણે ચીન સામે રોષ ભભૂકી રહ્યો છે. મંગળવારે, મનીલામાં વિરોધીઓએ 'ચીન છોડો' ના નારા લગાવતા ચીની કોન્સ્યુલેટ તરફ કૂચ કરી અને જિનપિંગનું પૂતળું બાળ્યું.

માત્ર ફિલિપાઈન્સમાં જ નહીં, જાપાનમાં પણ ચીન સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જાપાનના યામીયુરી અખબાર દ્રારા કરવામાં આવેલા તાજેતરના સર્વે અનુસાર, ૯૨ ટકા જાપાનીઓ ચીનને તેમની રાષ્ટ્ર્રીય સુરક્ષા માટે ખતરો માને છે. યારે એક વર્ષ પહેલા આવું માનનારા લોકોની સંખ્યા ૮૬ ટકા હતી.

બીજી તરફ જાપાનના વડાપ્રધાન યુમિયો કિશિદા તેમની બહત્પપ્રતિક્ષિત અમેરિકા મુલાકાત પર મંગળવારે અમેરિકા પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે આ મુલાકાત દરમિયાન બંને દેશો પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતા સંબંધિત ચિંતાઓ પર ચર્ચા કરશે. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે ઘણા સુરક્ષા કરારો પર હસ્તાક્ષર થઈ
શકે છે.
 ઉલ્લેખનીય છે કે ફિલિપાઈન્સ, જાપાન અને અમેરિકા વચ્ચે પ્રથમ શિખર બેઠકમાં ભારતીય પ્રશાંત સમુદ્રમાં નેવિગેશનની સ્વતંત્રતા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી
શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application