ધર્મેન્દ્રનો ભત્રીજો અભય દેઉલ શાહરુખ ખાનની પઠાનને વ્હારે આવ્યો

  • January 09, 2023 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધર્મેન્દ્રનો ભત્રીજો અભય દેઉલ શાહરુખ ખાનની પઠાનને વ્હારે આવ્યો

એક્ટર કહ્યું- પઠાનમાં કંઇ વાંધાજનક નથી, વાંધા કાઢવા હોય તો ગમે તેમાં નીકળે

વિવાદમાં કંઇ નવું નથી, ભૂતકાળમાં થયા અને ભવિષ્યમાં પણ થતાં રહેશે


તાજેતરમાં બજરંગ દળના કાર્યકરો અમદાવાદના એક મોલમાં ફિલ્મ પઠાનના પોસ્ટર ફાડી નાંખ્યા અને ગદા લઇને થિયેટરમાં ધમાલ મચાવી હતી. આ અંગેનો વિડીયો શેર કરીને લખવામાં આવ્યું હતું કે કર્ણાવતીમાં બજરંગ દળે ફિલ્મ પઠાન ના પોસ્ટર નષ્ટ કરી દીધા છે. સનાતન ધર્મ વિરોધી શાહરૂખ ખાન અને ટુકડે ટુકડે ગેંગની દીપિકા પાદુકોણની ફિલ્મ ચાલવા નહીં દઈએ. જેમાં ચેતવણી આપવામાં આવી છે કે મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો બજરંગ દળ ચૂપ નહીં રહે.

હવે પઠાન અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એક્ટર ધર્મેન્દ્રનો ભત્રીજો અને બોલીવુડ અભિનેતા અભય દેઓલ શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમની ફિલ્મ પઠાનના વ્હારે આવ્યો છે. તેનું કહેવું છે કે ફિલ્મમાં વાંધાજનક કંઇ નથી. વાંધા કાઢવાના જ હોય તો ગમે તેમાં કાઢી શકાય. એક ઈન્ટરવ્યૂમાં આ બાબતે નિવેદન આપ્યું છે. અભય દેઓલનું કહ્યું કે આ પ્રકારે વિવાદ ઊભો થવો તે કોઈ નવી વાત નથી. અગાઉ પણ અનેક વાર વિવાદ છેડાઈ ચૂક્યો છે.

સિદ્ધાર્થ આનંદે ફિલ્મ પઠાનનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું પહેલુ ગીત બેશરમ રંગ રિલીઝ થયું તે સમયે આ ફિલ્મ વિવાદોમાં સપડાઈ ગઈ હતી. અનેક લોકોએ દીપિકા પાદુકોણના ભગવા પહેરવેશ અને બિકીની પર વાંધો ઉઠાવ્યો હતો. અનેક રાજનેતાઓએ આરોપ લગાવ્યો છે કે, આ ફિલ્મે તેમની ધાર્મિક લાગણીઓને દુભાવી છે.

10 જાન્યુઆરીના રોજ ફિલ્મ પઠાનનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા અભય દેઓલને આ વિવાદ અંગે પૂછવામાં આવ્યું હતું. અભય દેઓલે જણાવ્યું કે...

 આ કોઈ નવી વાત નથી. આજના સમયમાં આ પ્રકારની ઘટના સામાન્ય વાત છે. જો તમે કોઈ બાબતને મુદ્દો બનાવવા માગો તો તમે સરળતાથી તે વાતને મુદ્દો બનાવી શકો છો. અનેક લોકોએ અગાઉ પણ વિવાદ શરૂ કર્યો છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના વિવાદ થતા રહેશે.

અભય દેઓલ આ અંગે વધુમાં જણાવ્યું કે...

 આપણે પોલારાઈઝ્ડ દુનિયામાં રહીએ છીએ. સોશિયલ મીડિયા પર આ પ્રકારની બાબત ઝડપથી ફેલાઈ રહી છે. અનેક સ્તરે ખોટી માહિતી પણ ફેલાઈ રહી છે. કોઈપણ બાબતને હાઈલાઈટ કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ ખૂબ જ રસપ્રદ બાબત છે. પ્રતિબંધ લગાવવાથી આ પ્રકારની બાબતો બંધ થઈ જાય તે જરૂરી નથી, પરંતુ તે બાબત દબાવી દેવામાં આવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application