લવની ભવાઈ ફેમ એકટ્રેસ આરજે અંતરા લગ્ન બંધને બંધાઈ

  • December 07, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીના લગ્ન બાદ લવની ભવાઈ એકટ્રેસ આરજે અંતરા એટલે કે આરોહી પટેલ પણ લગ્નના બંધન બંધાઈ ગઈ છે. તેના લગ્નની તસવીરો હવે સોશિયલ મીડિયામાં સામે આવી છે.
ગુજરાતી ફિલ્મજગતના જાણીતા એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીના લગ્ન બાદ લવની ભવાઈ એકટ્રેસ આરજે અંતરા એટલે કે આરોહી પટેલ પણ લગ્નના બંધન બંધાઈ ગઈ છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આરોહી તેના ખાસ મિત્ર અને બોયફ્રેન્ડ તત્સત મુનશી સાથે લગ્ન કરશે ત્યારે ગઈકાલે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. અભિનેત્રીએ જાતે પોતાના ઈનસ્ટા ગ્રામ અકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી છે.
તત્સત મુનશી અને આરોહી પટેલે 'ઓમ મંગલમ સિંગ્લમ' ફિલ્મ અને વેબસિરીઝ 'નોન-આલ્કોહોલિક બ્રેકઅપ'માં સાથે કામ કરેલું છે. આ સિવાય આ બંને અવારનવાર સાથે જોવા મળે છે અને બન્ને ખાસ મિત્રો છે. તાજેતરમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીના રિસેપ્શન ફંક્શનમાં તત્સત મુનશી અને આરોહી પટેલે પેપ્સ સામે એકસાથે પોઝ આપ્યા હતા.
તત્સત મુનશી અને આરોહી પટેલ વેબ સિરીઝ નોન-આલ્કોહોલિક બ્રેકઅપના સેટ પર મિત્રો બન્યા હતા અને ફિલ્મ ઓમ મંગલમ સિંગલમના શૂટિંગ પછી તેમની મિત્રતા વધુ મજબૂત બની. જે બાદ તે બન્નેએ ગઈકાલે લગ્ન કરી લીધા છે. આરોહીએ વ્હાઈટ-ક્રીમ સાથે રેડ બ્લાઉસના કોમ્બિનેશન વાળો લગ્નનો જોડો પહેર્યો છે. જ્યારે તે સેમ મેચિંગ સાથે તત્સત મુનશીએ વ્હાઈટ-ક્રીમ શેરવાની પહેરી છે.
તત્સત મુનશી અને આરોહી પટેલે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ત્યારે આ તસ્વીરો શેમારો પરથી પણ શેર કરવામાં આવી છે. જે સાથે આરોહી અને તત્સત મુનશીને ટેગ કરવામાં આવ્યા છે.
આ પોસ્ટ આરોહીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે અને આ પોસ્ટ શેર કરતાં લખવામાં આવ્યું છે કે "પ્રેમ દોસ્તી હૈ"
અગાઉ અફવાઓ હતી કે આ બે કલાકારો એટલે કે આરોહી પટેલ અને તત્સત મુનશી ટૂંક સમયમાં જ લગ્ન કરશે! આ સાથે હાર્ટ ઈમોજી શેર કરવામાં આવ્યું છે. ત્યારે બન્નેના લગ્નની તસવીરો જોઈ ફેન્સ ખુશ થઈ ગયા છે અને આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ બન્નેને અભિનંદન પાઠવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application