રાજકોટ શહેરના વધતા જતા વિસ્તાર અને કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તીને પીવાનું પાણી પુ પાડવા માટે દૈનિક ૨૦ મિનિટ પાણી પુ પાડવું તે એક પડકારથી કમ નથી. ચાલુ ચોમાસે સારો વરસાદ થતાં રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા આજી–૧, ન્યારી–૧ અને ભાદર–૧ ડેમ ઓવરલો થઇ ચુકયા છે તેમ છતાં રાજકોટની જરિયાત પૂરી કરવા માટે નર્મદા નીર તો જોશે જ.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની વોટર વર્કસ મેનેજમેન્ટ બ્રાન્ચના સિટી એન્જીનિયર કે.પી.દેથરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણ માટે દરરોજ ૪૦૦ એમએલડી પાણીની જરિયાત રહે છે, આજી, ન્યારી અને ભાદર ઓવરલો થયા બાદ તેમાંથી પર્યા જથ્થો મળતો હોવા છતાં ઘટ પડે છે અને તે ઘટ પાઇપલાઇન મારફતે દરરોજ ૧૩૫ એમએલડી પાણી મેળવીને પૂર્ણ કરાય છે.
તેમણે ઉમેયુ હતું કે આજની સ્થિતિએ આજી–૧માં રાજકોટને ચાર મહિના ચાલે તેટલું પાણી છે, ન્યારી–૧માં રાજકોટને નવ મહિના છે ચાલે તેટલું પાણી છે અને ભાદર–૧માં રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી છે. ચાલુ સપ્ટેમ્બર માસના અતં સુધીમાં રાય સરકારને પાણી વિતરણનું વાર્ષિક પ્લાનિંગ મોકલવામાં આવશે જેમાં રાજકોટ શહેરને ઉનાળામાં સૌની યોજનાના કેટલા નર્મદાનીરની જરિયાત પડશે તે જણાવવામાં આવશે. એકંદરે સ્થાનિક જળાશયો ઓવરલો થયા બાદ પછી પણ જો નર્મદાનીર ન મળે તો રાજકોટ તરસ્યું રહે તે વાસ્તવિકતા છે
લાલપરીનું પાણી પ્રધુમન પાર્ક ઝૂ માટે અનામત
રાજકોટ શહેરની ભાગોળે આવેલા રાજાશાહી વખતના કુલ ૧૫ ફટની ઉંડાઇના લાલપરી તળાવમાંથી અગાઉ રાજકોટને પીવાનું પાણી મળતું હતું પરંતુ પ્રધુમન પાર્ક ઝુ બન્યા બાદ તળાવનું પાણી ઝૂમાં બાગાયત તેમજ પશુ, પંખી અને પ્રાણીઓને પીવા માટે અનામત રખાયું છે. દર વર્ષની જેમ જ ચાલુ ચોમાસે આ તળાવ ઓવરલો થયું છે પરંતુ તેનો કોઇ ફાયદો રાજકોટ શહેરને પીવાના પાણી માટે થશે નહીં. વર્ષ–૨૦૦૭ સુધી લાલપરી તળાવમાંથી રાજકોટને દરરોજ ૧૦ એમએલડી પીવાનું પાણી મળતું હતું. ઝુનું લોકાર્પણ થયું ત્યારબાદથી લાલપરીનું પાણી રાજકોટ શહેર માટે ઉપાડવાનું બધં કયુ હતું
આજી–૧ છલકાયો પણ તેમાં ચાર મહિના ચાલે તેટલુ પાણી
આજી–૧ ડેમની કુલ ઉંડાઇ ૨૯ ફટની છે અને ચાલુ ચોમાસે ઓવરલો થયા બાદ આજની સ્થિતિએ પણ ૦.૧૫ મીટરથી ઓવરલો છે. ડેમ ઓવરલો થયો છે છતાં તેની કુલ સંગ્રહ ક્ષમતા અને દૈનિક ઉપાડ મુજબ તેમાં રહેલું પાણી રાજકોટ શહેર માટે ચાર મહિના જ ચાલશે. આજીમાં ૯૧૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. અગાઉ વર્ષેા પૂર્વે ફકત આજી ડેમ સમગ્ર શહેરને પીવાનું પાણી પુ પાડતો હતો પરંતુ રાજકોટ શહેરના વધતા જતા વિસ્તાર અને વસતીને કારણે હવે તે શકય નથી. છેલ્લા ૨૪ વર્ષમાં રાજકોટ શહેરની હદમાં ૧૦ ગામ ભળ્યા છે
ન્યારી–૧ ઓવરલો છતાં પાણી નવ મહિના ચાલશે
ન્યારી–૧ ડેમની કુલ ઉંડાઇ ૨૫ ફટ છે. ચાલુ ચોમાસે ડેમ ઓવરલો થઇ ચુકયો છે અને આજની સ્થિતિએ તેનો એક દરવાજો હજુ પણ ૦.૧૫ મીટર ખુલો છે તેમ છતાં તેમાં રહેલું પાણી દૈનિક ઉપાડ અને વિતરણ વ્યવસ્થા મુજબ નવ મહિના ચાલે તેટલું જ છે.ન્યારી–૧માં ૧૧૧૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ન્યારી–૧ ડેમ પશ્ચિમ રાજકોટને પીવાનું પાણી પુ પાડતો મુખ્ય જળ ક્રોત છે. અગાઉ ૨૧.૭૫ ફટની ઉંડાઇના ડેમની ઉંચાઇમાં એક મીટર (૩.૨૮ ફટ)નો વધારો કરી સંગ્રહ ક્ષમતામાં ૩૩ ટકા સુધી વધારો કરાયો તેમ છતાં પુ એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત થતું નથી
ભાદર–૧માંથી રાજકોટને મર્યાદિત પાણી જ મળે
સૌરાષ્ટ્ર્રનો બીજા ક્રમનો સૌથી મોટો એવો ભાદર–૧ ડેમ રાજકોટને પીવાનું પાણી પુ પાડે છે પરંતુ તેમાંથી દૈનિક ૪૦ એમએલડી પાણી જ મળે છે અને પમ્પિંગ કેપેસિટી પણ તેટલી જ છે જેથી વધુ પાણી મળી શકે તેમ નથી. આજની સ્થિતિ ભાદર–૧ ડેમમાં ૬૬૩૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે અને ડેમના પાંચ દરવાજા ૦.૬ મીટર ખુલા છે. ભાદર–૧ ડેમ મૂળ સિંચાઇ હેતુ માટેનો ડેમ છે છતાં તેમાંથી રાજકોટ શહેર, જેતપુર તેમજ શાપર વેરાવળ પાણી પુરવઠા જૂથ યોજનાના બારેક ગામો અને જર પડે ગોંડલ શહેરને પણ પીવાનું પાણી અપાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેઠવડાળામાં થયેલા ધિંગાણામાં સામસામી નોંધાવાતી પોલીસ ફરીયાદ
November 14, 2024 11:24 AMગુલાબનગરમાં જુગારના અખાડામાંથી બે લાખની રોકડ સાથે ત્રિપુટી ઝબ્બે
November 14, 2024 11:20 AMજામનગરમાં પોલીસ હેડકવાર્ટર ખાતે સાયબર વર્કશોપ યોજાયો
November 14, 2024 11:17 AMઈન્ડોનેશિયામાં વાળામુખી ફાટતાં લાવા ૧૦ કિમી ઉંચો ફેલાયો, અનેક લાઇટસ રદ
November 14, 2024 11:15 AMબિટકોઈન ૯૩૦૦૦ ડોલરની નવી ઓલ ટાઈમ હાઈ પર, ટ્રમ્પની જીત બાદ ૩૨ ટકાનો ઉછાળો
November 14, 2024 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech