અયોધ્યા નગરી પર એઆઈ આધારિત કેમેરા નજર રાખશે

  • January 04, 2024 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં ભગવાન રામલલાના નવા મંદિરમાં અભિષેક સમારોહની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અડચણ ઊભી ન થાય તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં લગભગ ૧૧ હજાર સુરક્ષા જવાનો તૈનાત કવામાં આવનાર છે. આ સિવાય આધુનિક ટેકનોલોજીની મદદથી અયોધ્યા પર નજર રાખવામાં આવશે. અયોધ્યામાં એઆઈ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે.
યુપી પોલીસ ૨૨ જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમના લગભગ એક અઠવાડિયા પહેલા અયોધ્યા તરફ આવતા ટ્રાફિકને ડાયવર્ઝન કરવાનું શ કરશે. આ ડાયવર્ઝન લખનૌ અને કાનપુરથી લાગુ થશે. આંબેડકર નગર, ગોરખપુર, વારાણસી, ગોંડા, લખનૌ, પ્રયાગરાજના ટ પર અયોધ્યા જતો ટ્રાફિક ૧૫મીથી જ ડાયવર્ટ થઈ જશે. આ ઉપરાંત આ માર્ગેા પરથી તમામ પ્રકારના અતિક્રમણ દૂર કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિા કાર્યક્રમમાં સુરક્ષા માટે લેટેસ્ટ ટેકનોલોજી એઆઈ આધારિત કેમેરાથી ગ્રાઉન્ડ સર્વેલન્સ કરવામાં આવશે. તેને અયોધ્યામાં પાયલોટ પ્રોજેકટ તરીકે શ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. મંદિરની સુરક્ષા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને લાંબા સમય સુધી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત મોનિટરિંગની શકયતા છે.કારણ કે આગામી દિવસોમાં અહીં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાથી આ સ્થળ સુરક્ષાની ધ્ષ્ટ્રિએ વધુ સંવેદનશીલ બનશે.યુપી પોલીસના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે એઆઈ આધારિત કેમેરા સાથે દેખરેખનો પાયલોટ પ્રોજેકટ અયોધ્યાથી શ થવાની સંભાવના છે. જો શકય હોય તો તેને સુરક્ષા યોજનાનો અભિન્ન ભાગ બનાવવામાં આવશે.


સુરક્ષા અધિકારીઓએ ધામા નાખ્યા

૨૨ જાન્યુઆરીએ સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્ર અને રાયની ગુચર અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ અયોધ્યામાં ધામા નાખ્યા છે. ૨૨મી જાન્યુઆરીની સુરક્ષા માટે ૧૫મી જાન્યુઆરીથી જ કડકાઈ શ થઈ જશે. ઘટનાના દિવસે ૨૬ અર્ધલશ્કરી અને પીએસી કંપનીઓ સાથે લગભગ ૮૦૦૦ સિવિલ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. આ સિવાય યુપી એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ , સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને એનએસજીની ટીમો પણ તૈનાત કરવામાં આવશે.અયોધ્યાને યલો અને રેડ ઝોનમાં વહેંચવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application