GSFA એ બીચ સોકરના વિકાસમાં આગેવાની લીધી
ભારતમાં પહેલીવાર, એશિયન ફૂટબોલ કન્ફેડરેશન (AFC) બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સ પોરબંદરમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) આ ઇવેન્ટનું આયોજન 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશભરમાં બીચ સોકરના કોચિંગ ધોરણોને ઉચ્ચતમ સ્તરે લઇ જવાનો અને રમતના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને પોરબંદર મ્યુનિસિપાલિટીના મેયર ડૉ. ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં આ કોચિંગ કેમ્પનું ઉદ્ઘ ટન કરવામાં આવશે.
AFC ઇન્સ્ટ્રક્ચર શ્રી મોહમ્મદ ફૈઝલ બિન એમડી સૂડ મલેશિયાથી આ કોર્સને નેતૃત્વ પ્રદાન કરવા માટે આવ્યા છે. ગુજરાતના બે સ્થાનિક કોચ પણ આ કોર્સમાં ભાગ લેશે. આ કોર્સ ભારતીય બીચ સોકરને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભાગ લેનારા કોચને નવી પેઢીના ખેલાડીઓ તૈયાર કરવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન પૂરું પાડશે. કેમ્પમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા કોચને ટીમ ઇન્ડિયાના હેડ કોચ અને સહાયક કોચ તરીકે સેવા આપવાની તક મળશે.
કોચિંગ કોર્સ પછી, ભારતીય બીચ સોકર ટીમના ટ્રાયલ 12 થી 15 ઓક્ટોબર સુધી પોરબંદરમાં યોજાશે. ટ્રાયલ પછી, ભારતીયટીમનો કેમ્પ 16 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ગુજરાત નજીક દીવમાં યોજાશે, જ્યાં તેઓ આ વર્ષે AFC બીચ સોકર ક્વાલિફાયર્સ માટે તૈયારી કરશે.
“GSFA માટે AFC બીચ સોકર લેવલ 1 કોચિંગ કોર્સનું આયોજન કરવું ગૌરવપૂર્ણ ક્ષણ છે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયાકિનારો અને કેટલાક સુંદરતમ બીચ ધરાવે છે, તેથી રાજ્યમાં બીચ સોકરના વિકાસ માટે મોટી સંભાવના છે,” એમ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રીએ શ્રી મનસુખભાઈ માંડવિયાના લોકસભા ક્ષેત્રમાં આ મહત્વપૂર્ણ ઇવેન્ટનું આયોજન કરવાનો યશ પોરબંદર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશનને મળે છે, જેમણે આ મહત્વપૂર્ણ ઇવેન્ટ માટે પોરબંદરની પ્રસિદ્ધ ચૌપટીમાં મેદાન તૈયાર કર્યું. નોંધનીય છે કે કેન્દ્રીય સ્પોર્ટ્સ એન્ડ યુથ અફેર્સ મંત્રી શ્રી મનસુખ મંડવિયા પોરબંદર લોકસભા ક્ષેત્રમાંથી સાંસદ તરીકે ચૂંટાયા છે. પોરબંદરના ફૂટબોલ ચાહકોને ચૌપટી પર પ્રદર્શન જોવા માટે અનોખી તક મળશે. આ ખરેખર ભારતીય ફૂટબોલની યાત્રાનું, ખાસ કરીને બીચ સોકર માટે, નવું સિમાચિહ્ન છે!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech