રાજકોટથી બરોડા અને ઉના રૂટ પર આજથી એસ.ટી.ની એસી સ્લીપર કોચ સેવાનો પ્રારંભ

  • August 18, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા મુસાફર ભાડા વધારવામાં આવ્યા બાદ આગામી ૫૦૦ દિવસમાં એસટી બસ સેવાનો કાયાકલ્પ કરવાની જાહેરાત કરાઇ હતી જે અંતર્ગત હવે તબક્કાવાર નવી બસોની ફાળવણી તેમજ નવા બસ ટ શ કરવામાં આવી રહ્યા છે જેમાં રાજકોટ એસટી બસપોર્ટથી આજે રાજકોટ–બરોડા અને રાજકોટ–ઉના ટની એસી સ્લીપર કોચ સેવાનો પ્રારભં કરવામાં આવ્યો છે.


વિશેષમાં રાજકોટ એસટી ડેપો મેનેજર એન.વી. ઠુમ્મરએ જણાવ્યું હતું કે રાજકોટ–બરોડા એસી સ્લીપર કોચ બસ રાજકોટ એસટી બસ પોર્ટ ખાતેથી દરરોજ બપોરે ૩–૩૦ કલાકે ઉપડશે અને આણંદ, ખેડા, નડિયાદ થઇ બરોડા પહોંચાડશે જેમાં ટિકિટ દર .૬૨૬ રહેશે, યારે આ સ્લીપર કોચ બરોડાથી રાજકોટ આવવા માટે દરરોજ રાત્રે ૧૦–૩૦ કલાકે ઉપડશે.
તેમણે ઉમેયુ હતું કે રાજકોટ–ઉના સ્લીપર કોચ બસ રાજકોટ એસટી બસ પોર્ટથી દરરોજ રાત્રે ૯–૦૦ કલાકે ઉપડશે અને જૂનાગઢ, કેશોદ, વેરાવળ, સોમનાથ અને કોડીનાર થઇ ઉના પહોંચશે જેમાં ટિકિટ દર .૫૯૭ રહેશે. યારે આ સ્લીપર કોચ ઉનાથી રાજકોટ આવવા માટે દરરોજ સવારે ૪–૩૦ કલાકે ઉપડશે. આગામી દિવસોમાં લાંબા અંતરના બસ ટમાં વધુ સ્લીપર કોચ દોડાવવાનું પ્લાનિંગ છે. તમામ સ્લીપર કોચમાં એડવાન્સ બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application