હાદાનગરમાં રહેતા યુવમને મારા મારી ઘરમાં નુકશાન પહોંચાડ્યું

  • March 04, 2024 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં કાર પાર્ક કરવા મામલે યુવાન પર હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાદાનગરમાં જાન ઘરે લઇ આવી અને વરરાજાનો સમાન ઉતારતા સમયે યુવાન પર બે મહિલા સહીત ચાર લોકોએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ મામલે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના હાદાનગર, સત્યનારાયણ -૨, પ્લોટ નં ૨૫, રામાપીરના મંદીર પાસે જીજ્ઞેશભાઈ પરમારની જાનનો અર્ટીગા ગાડી ઉભી રાખી વરરાજાનો સામાન ઉતારતો હોય ત્યારે ગાડી અહીયા ઉભી નહી રાખવાની તેમ કહી ફરીયાદી તથા તેમની પત્નીને ગાળો આપી ઢીકા પાટુ વતી મુંઢમાર મારી પથ્થરના છુટા ઘા મારતા યુવાનને ઇજા પહોંચી હતી. તેમજ ઘરમા આવી ઘરવખરીના સમાન જેની કિંમત રૂપિયા ૮૦૦૦ જેટલુ નુકશાન કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બોરતળાવ પોલીસ મથક ખાતે વિપુલભાઈ માનુભાઈ સોલંકી (ઉ.વ.૨૮, રહે-પ્લોટ નં ૨૫ સત્યનારાયણ -૨ હા દાનગર રામાપીરના મંદીર પાસે)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્ર જીજ્ઞેશભાઈ જેન્તીભાઈ પરમારની રાજકોટથી જાન લઈને આવેલ હતા. અને પોતાના ઘર પાસે અર્ટીગા ગાડી ઉભી રાખીને વરરાજા જીજ્ઞેશભાઈનો સામાન ઉતારતો હતો. ત્યારે ઘર સામે રહેતા રોહીતભાઈએ ફરિયાદીને કહેલ કે તારે ગાડી અહીયા ઉભી નહી રાખવાની જેથી કહેલ કે વરરાજાનો સામાન ઉતારુ છુ, તેમ કહેતા આ રોહીતભાઈએ ઉશ્કેરાઈ જઈ ગાળો દેવા લાગ્યો હતો. અને તેને ગાળો દેવાની ના પાડતા આ રોહીતભાઈ મારી સાથે ઢીકા પાટુ વતી માર મારવા લાગેલ આ દરમ્યાન રોહીતનોભાઈ રાહુલભાઈ જેન્તીભાઈ તથા રિધ્ધીબેન રોહીતભાઈ તથા રીટાબેન રાહુલભાઈ આવીને વિપુલ તેમજ તેના પત્ની સોનલબેનને ગાળો દેવા લાગ્યા હતા. જેથી તેના પત્ની સોનલબેન દોડીને ઘરે જતા હતા. ત્યારે રોહીત અને રાહુલે પથ્થરોના કરાતા એક ઘા કપાળથી ઉપરના ભાગે વાગતા લોહી નીકળવા લાગેલ હતું. થોડીવારમાં દેકારો થતા તમામ લોકો ત્યાંથી જતા રહેલ અને ઈજાગ્રસ્તને ૧૦૮ માં સર ટી હોસ્પીટલ ટ્રોમા સેન્ટરમા સારવારમાં દાખલ કરેલ છે. અને હુમલો કરનારએ ફરિયાદી યુવાનના ઘરે જઈને ચારેય જણાએ તીજોરી તથા કબાટનો કાચ તથા લાકડાનો દરવાજો તોડી નાંખી આશરે રૂપિયા ૮૦૦૦ જેટલુ નુકશાન કરેલ છે. અને ઘરમા આવી તોડફોડ કરેલ બાદ સારવાર માટે સર ટી હોસ્પીટલમા દાખલ કરાયો હતો. જે મામલે બોરતળાવ પોલીસમાં બે મહિલા સહીત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application