જામનગરમાં નજીવી બાબતે યુવાન પર છરીબાજી

  • June 24, 2023 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એકડેએક બાપુની દરગાહ સામે હુશેનીચોકમાં બેડેશ્ર્વરના એક યુવાન પર છરી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાની બે શખ્સ સામે ફરીયાદ કરવામંા આવી છે.
જામનગરના બેડેશ્ર્વર વાલસુરા રોડ સરકારી ગોડાઉનની બાજુમાં રહેતા યાસીન હાજીભાઇ સોતા (ઉ.વ.૨૨) નામના યુવાને ગઇકાલે સીટી-બીમાં એકડેએક બાપુની દરગાહ સામે રહેતા સમીર ડાડા તથા શબીર ડાડા નામના બે શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર ફરીયાદીના મિત્ર નવાઝ ભડાલાના ઘરે આરોપીઓએ આવી ફરીયાદીના માસી સાથે જેમ તેમ બોલાચાલી કરતા હોય આથી ફરીયાદી યાસીનભાઇએ બંનેને તમે સીધા ઘરે આવીને કેમ બોલાચાલી કરો છો તેમ કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો ઉપરાંત છરીનો એક ઘા ફરીયાદીને કપાળના ભાગે ઝીંકી દેતા ઇજા સબબ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application