મવડી મેઇન રોડ પર બંસી પાર્કમાં રહેતા યુવાનને રામધણ આશ્રમ પાસે પિસ્ટલ જેવી એરગન બતાવી પિતા–પુત્રે ઢીકાપાટુનો મારમાર્યેા હતો.જેમાં યુવાનને નાકમાં ફ્રેકચર થઇ ગયું હતું.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે મવડી મેઈન રોડ પર બંસી પાર્ક શે રી નં.૦૨ રાધીકા કોમ્પલેક્ષમાં રહેતાં આશીષભાઈ જેન્તીભાઈ સરધારા (ઉ.વ.૩૫) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસવતં અને કિશનના નામ આપ્યા છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઝેરોક્ષ પેપરનો વેપાર કરે છે. ગઇ તા.૧૧૦૧૨૦૨૪ ના રાત્રીના ધરે ગયેલ ત્યારે તેમની પત્નિ પ્રાથીબેને વાત કરેલ કે, આપણા ધરે જસંવત તથા તેની સાથે એક બહેન આવી હતી અને તેમના મોબાઇલ ફોનમા અજાણ્યા નંબરના મીસ કોલ થઇ ગયેલ હોય જેથી તે નંબર ફોન કરતા તેઓએ જણાવેલ કે, હત્પ ઇલાબેન બોલુ છુ તમારે જસવંતભાઈ સાથે પીયા લેવડ દેવડ બાકી છે જેથી મે કહેલ કે જસવંતભાઈના દીકરા કીશને પીયા દેવાના છે તેમ વાત કરતા ઇલાબેને જણાવેલ કે કાલે બપોરે મવડી ચોકડીએ બ મળી પીયા લેવડ દેવડ બાબતે વાતચીત કરી લઈએ, જે બાદ ગઈકાલે બપોરના ઇલાબેનને ફોન કરી મવડી ચોકડીએ મળેલ હતા.
ત્યાર બાદ જસવતં અને તેનો દીકરો કીશન આવી ગયેલ અને પીયા બાબતે વાતચીત કરેલ અને ફરિયાદીએ કહેલ કે, આપણે કોઇ જગ્યાએ બેસી વાતચીત કરીએ બાદ બપોરના ત્રણેક વાગ્યાના અરસામા રામધણ પાસે આવેલ પાર્થ ગેરેજ ખાતે ગયેલ અને ત્યા ઇલાબેને વાત કરેલ કે, તમારે જસવંતભાઇને કેટલા પીયા દેવાના છે જેથી તેમને કહેલ કે, મારે જસવંતભાઇના દીકરા કીશનને .૮ લાખ આપવાના છે કહેતાં જસવંતએ કહેલ કે, તુ મને મારા પીયા ૧૭ લાખ આપી દે તેમ કહેતાં યુવાને તમને . ૮ લાખ જ દેવાના થાય છે વાત કરતા કીશન બોલાચાલી કરી ઝધડો કરવા લાગેલ અને પેન્ટના ખીસ્સામાંથી પીસ્ટોલ જેવી એરગન કાઢી બાજુમા મુકી દીધેલ અને જસવતં બોલાચાલી કરી ઝધડો કરવા લાગેલ જેથી તેમને કહેલ કે, તમને મે કયા પીયા આપવાની ના પાડી છે તેમ વાત કરતા બન્ને પિતાપુત્રોએ કહેલ કે, અમારે આજ જ પીયા જોશે તેમ કહી કીશને ઉશ્કેરાઇ મોઢાના ભાગે, નાકમા ઢીક્કો મારી મારમાર્યેા હતો.
દરમિયાન અહીં લોકો એકત્ર થતા આ શખસો નાસી ગયા હતાં.બાદમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જયાં યુવાનને નાકનાભાગે ફ્રેકચર થઇ ગયું હોવાનું માલુમ પડયું હતું.બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આઇપીસી કલમ ૩૨૫,૫૦૪,૧૨૪ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ વિ. એન.મોરવાડિયાએ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech