ઘંટેશ્વર 25 વારીયામાં યુવતી સાથે વાત કરવા મુદ્દે યુવાન પર ઈંટ વડે હુમલો

  • October 24, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વરીયામાં યુવતી સાથે વાત કરવા મુદ્દે યુવાન પર ઘરમાં ઘૂસી ઈંટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સામાપક્ષે યુવાને પણ લાકડી વડે મારમાયર્નિા આક્ષેપ સાથે અન્ય યુવાન હોસ્પિટલમાં દાખલ થયો છે.બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહેતા અને કલરકામ કરનાર મૂળ રાજસ્થાનના વતની પારસ ઢગલારામ તવર(ઉ.વ 35) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં જ રહેતા સંજયનું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગઈકાલ સાંજના અહીં ઘંટેશ્વર 25 વારીયામાં કરિયાણાની દુકાને સામાન લેવા ગયા હતા દરમિયાન દુકાનદારની દીકરી સાથે વાત કરતા હોય જે બાબત સંજયને નહીં ગમતા તે ગાળો આપવા લાગ્યો હતો અને કહ્યું હતું કે, તારે દુકાને સામાન લેવા આવું નહીં જેથી યુવાને કહ્યું હતું કે હું રોજ અહીં સામાન લેવા આવું છું અને તમે મારી સાથે શું કામ માથાકૂટ કરો છો? બાદમાં આ શખસે હાથમાં ઈંટ લઇ યુવાનના ઘરમાં ઘૂસી જઇ તેને માથાના ભાગે બે-ત્રણ ઘા મારી દીધા હતા જેથી યુવાને પણ લાકડાના બડીકાથી બચાવ કરવા માટે વળતો હુમલો કર્યો હતો. બાદમાં આ હુમલામાં યુવાનને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી હતી.સામાપક્ષે સંજય ધ્યાનસીંગ સરઘર(ઉ.વ 25 રહે ઘંટેશ્વર 25 વારીયા) પણ હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેમાં તેણે જણાવેલી હકીકત મુજબ પારસ તેને ધક્કો મારી લાકડી વડે મારમાર્યો હતો પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application