રાજકોટમાં રહેતા જેતપુરના વતની યુવકની પત્નીના પ્રેમીએ કરી હત્યા

  • December 10, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે ફૂટપાથ પર પત્ની બે બાળકો સાથે રહેતા જેતપુરના પેઢલાના વતની મુકેશ અરજણ ગુજરાતી ઉ.વ.૪૧ નામના યુવાનની તેની જ પત્નીના પ્રેમી સાગર મનસુખ મકવાણાએ બોથળ પદાર્થ ઝીંકી ગતરાત્રે હત્યા નિપજાવી હતી. આરોપી નાસી છૂટે એ પુર્વે જ થોરાળા પોલીસે સકંજામાં લઈ ધરપકડની તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ ગતરાત્રે ૮૦ ફત્પટ રોડ પર ત્રિશુલ કારખાનાની દિવાલ પાસે ફત્પટપાથ પર લોહીયાળ બેશુધ્ધ હાલતમાં યુવક પડયાના સમાચારના પગલે ડીસીપી, થોરાળા પીઆઈ વાઘેલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. યુવક જેતપુરના પેઢલાનો વતની મુકેશ હોવાનું અને રાજકોટમાં પત્ની બે બાળકો સાથે શહેરમાં અલગ અલગ જગ્યાએ ફત્પટપાથ પર રહી જીવન ગુજારતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને એવી વિગતો મળી હતી કે, મૃતકની પત્નીને સાગર નામના રીક્ષાચાલક સાથે પ્રેમ સંબધં બંધાયો હતો અને ત્યારથી દંપતી વચ્ચે માથાકુટ થતી હતી. મૃતક અને રીક્ષાચાલક વચ્ચે પણ આ સંબંધોના કારણે ઝઘડા થતા હતા.
પત્ની અને પ્રેમી વચ્ચેના સંબંધમાં યુવક આડખીલીરૂપ બનતો હતો. બન્ને સાથે ઝઘડા કરતો હતો. જેથી ગઈકાલે રાત્રે રીક્ષાચાલક પ્રેમીએ પ્રેમીકાના પતિ મુકેશને ઝઘડો કરી બોથળ પદાર્થ કે આવું કઈં હથીયાર મારીને હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી નાસી છૂટયો હતો. પોલીસે માહિતી અને રીક્ષાના આધારે આરોપીને સકંજામાં લીધો હતો. તેની સાથે હત્યામાં અન્ય કોઈ મિત્ર કે શખસની સંડોવણી હતી કે કેમ ? તે મુદ્દે પોલીસે આરોપીની પુછતાછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application