રાજકોટમાં વડગ ચોકડી પાસે ડમ્પરે ઠોકરે લેતા યુવાનનું ઘટનાસ્થળે મોત

  • April 03, 2024 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે. મવડી વિસ્તાર પાસે આવેલી વગડ ચોકડી નજીક રાત્રિના ડમ્પરે પગપાળા જઇ રહેલા યુવાનને હડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો યુવાન કેટરીંગ કામ માટે જતો હતો. દરમિયાન આ ઘટના બની હતી અકસ્માતના આ બનાવના પગલે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મવડી વિસ્તારમાં આવેલી વગર ચોકડી પાસે રાત્રિના ડમ્પરે અહીં પગપાળા જઈ રહેલા જોની કાલસીંગ જાદવ(ઉ.વ 22) નામાના યુવાનને હડફેટ લીધો હતો. બનાવ અંગે કોઇએ 108 ને જાણ કરતા 108 ના ઇએમટીએ જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application