જામનગરમાં આહીર વિદ્યાર્થી ભવનમાં રનિંગ કરી રહેલા યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

  • September 26, 2024 11:26 AM 

ભરૂડિયા ગામના સરપંચનો પુત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો, દરમિયાન રનીંગ સમયે હાર્ટ ફેઈલ થઈ ગયું: પરિવાર ગમગીની


છેલ્લા કેટલાક સમય થી  યુવાનો માં હાર્ટ એટેકનું પ્રમાણ  વધતું જોવા મળ્યું છે.દરમ્યાન આજે વહેલી સવારે દોડી રહેલા યુવાન નું હદય રોગ નાં હુમલા મા મૃત્યુ થયું હતું.


જામનગરમાં આહીર સમાજ વિદ્યાર્થી ભવન મા આજે  વહેલી સવારે નોકરી માટે ની તૈયારી માં ભાગ રૂપે  કેટલાક યુવકો દોડ ની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.ત્યારે જય હેમતભાઈ  જોગલ  નામનાં યુવકને દોડતા દોડતા જ  હાર્ટ એટેક આવતાં તે ત્યા મેદાન માં જ ઢળી પડ્યો હતો. અને તેનું મૃત્યુ થયું હતું.


જો કે તેની યુવક સાથે અન્ય યુવકો પણ રનિંગ કરતાં હતા.તેઓ તુરત જ  એકત્ર થઈ ગયા હતા.અને યુવક ને હોસ્પિટલ લઈ જવાયો હતો.પરંતુ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.


મૂળ જામનગર જિલ્લા ના લાલપુર તાલુકા ના મોટા ભરૂડિયા ગામના યુવક ને જામનગર માં દોડ લગાવતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેનું મૃત્યુ થયું હતું  જાણવા  મળતી વિગત મુજબ આ યુવક ના પિતા મોટા ભરૂડિયા ગામના સરપંચ છે. યુવક સાથે અન્ય મિત્રો પણ  પરીક્ષા ની તૈયારી કરતા હતા અને રનિંગમાં સાથે.જોડાયા હતા, આ સમયે  જય મેદાન મા જ ઢળી પડ્યો હતો.  બાદ માં આ  યુવકના મૃતદેહ ને તેમના વતન મા લઇ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં નાં સીસી ટીવી કેમેરા માં કેદ થઈ હતી.જેના ફૂટેજ વાઇરલ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News