લખતર પાટીયા પાસે ઇકોએ બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત

  • September 14, 2023 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક યુવકને ગંભીર ઇજા : મોડપર પાટીયે ટ્રક ટ્રેલર અકસ્માતમાં ચાલકનો ભોગ લેવાયો



જોડિયાના લખતર પાટીયા પાસે ઇકો ગાડીએ બાઇકને ઠોકર મારતા એક યુવાનનું મૃત્યુ થયુ હતું, જયારે એકને ઇજા પહોંચી હતી તેમજ મોડપર પાટીયા પાસે ટ્રક ટ્રેલર રોડ નીચે ઉતરી જતા અકસ્માતમાં ચાલકનો ભોગ લેવાયો હતો.


જોડિયાના લખતર ગામમાં વાડી ખાતે રહેતા અને મુળ એમપીના મોરાસાના વતની કૈલાશ માધુભાઇ ડુડવા (ઉ.વ.35) તથા તેના મિત્ર મોહનભાઇનું સ્પ્લેન્ડર નં. જીજે3ડીએન-3296 લઇને ગઇકાલે લખતર પાટીયાથી ધ્રોલ રોડ પર જતા હતા ત્યારે ઇકો કાર નં. જીજે3એચકે-2493ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઇક સાથે અથડાવી અકસ્માત સર્જયો હતો.


આ અકસ્માતમાં કૈલાશભાઇને કાન, માથા અને શરીરના ભાગે નાની મોટી ઇજા થઇ હતી તથા મોહનભાઇને શરીરે ગંભીર ઇજા થતા મૃત્યુ નિપજયુ હતું, બનાવની જાણ થતા પોલીસટુકડી દોડી આવી હતી, આ અંગે કૈલાશભાઇ દ્વારા જોડીયા પોલીસમાં ઇકો કારના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.


બીજા બનાવમાં જામનગર નજીક મોડપર પાટીયા પાસે ટ્રક ટ્રેલર નં. જીજે12બીડબલ્યુ-1067ના ચાલક હાલ ગાયત્રી સોસાયટી સામે ગલપાદર ગાંધીધામ કચ્છ રહેતા અને બિહારના વતની મિન્ટુકુમાર મહગરાય જાટ-આહિરએ પોતાનું ટ્રેલર ગફલતભરી રીતે અને બેફીકરાઇથી ચલાવી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી રોડ નીચે ઉતારી દેતા અકસ્માતમાં પોતાને ગંભીર ઇજા થવાથી મોત નિપજયુ હતું, આ બનાવ અંગે હાલ ગાંધીધામ અને મુળ બિહારના છાપરા જિલ્લાના અમનાદુત ખાતે રહેતા અશોકકુમાર દ્વારા પંચ-એમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application