અમરેલી જિલ્લામાં આપઘાત અને આપઘાતના બનાવો વધી રહ્યા છે. નાના આંકડિયા ગામે પરિણીતાએ ફાંસો ખાઈ, નાગેશ્રી ગામે આધેડએ દવા પી કુવામાં ઝપલાવી આપઘાત કરી લીધો હતો જયારે ખાંભાના ડેડાણ ગામે યુવક, ધારીના વાઘાપરા–વીરપુર ગઢીયા અને લાઠીમાં પરણિતાએ ઝેરી દવા આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
અમરેલીના નાના આંકડિયા ગામે રહી ખેત મજૂરી કામ કરતા અને મૂળ રાજસ્થાનના બંદીબેન ઉર્ફે ચંપાબેન કલુભાઇ મહીડા (ઉ.વ.૪૨) નામના મહિલાએ ગઈકાલે ઘરે આડસરમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ અમરેલી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલએ ખસેડી જરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
બીજા બનાવમાં જાફરાબાદના નાગેશ્રી ગામે હકાભાઇ વની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા જેન્તીભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) નામના આધેડએ ગત તા.૮ના વાડીએ હતા ત્યારે પાકમાં છાંટવાની ઝેરી દવા પી વાડીના કુવામાં પડી જતા મોત નીપયું હતું. બનાવની જાણ પત્નીને થતા તેણીએ વાડી માલિક સહિતનાને ફોન કરી જણાવતા વાડી માલિક સહિતના વાડીએ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગ્રામજનોની જહેમતથી આધેડના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે અમરેલી ખાતે મોકલી આગળની તપાસ નાગેશ્રી પોલીસે હાથ ધરી છે.
ખાંભાના ડેડાણ ગામે યુવકનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ખાંભાના ડેડાણ ગામેના વતની હાલ મુંબઈ રહેતા રમેશ ઉર્ફે નરેશ જીવરાજભાઇ વાળા (ઉ.વ.૩૦)ના યુવકે પોતાના ઘરે ડેડાણમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ ખાંભા પોલીસને કરવામાં આવતા પોલીસએ હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી નિવેદન નોંધ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક સામે ડેડાણ ગામે રહેતા ચંપાબેન મહેશભાઈ રાઠોડે ખોટો ખેસ કર્યેા હતો અને તેની સાથે ઝગડો ન થાય માટે યુવક પરિવાર સાથે મુંબઈ સ્થાયી થયો હતો. પરંતુ આ કેસની મુદત હોવાથી યુવક ખાંભા આવ્યો હતો અને પોતાના ગામ ડેડાણમાં આટો મારવા આવતા ચંપાબેન જીણાભાઈ રાઠોડ, જયાબેન જેન્તીભાઈ રાઠોડ, અલ્પાબેન મહેશભાઈ રાઠોડ પ્રવીણાબેન રાઠોડ પ્રેમજીભાઈ માવજીભાઇ રાઠોડ, કિરણબેન રાઠોડ બધા મળી યુવકને કેહવા લાગ્યા હતા કે, તું મુંબઈથી અહી ડેડાણ કેમ આવ્યો છો ? તારે પાછા ખેલ કરવાના છે? આમ કહી ડેડાણમાં આવવા દેતા ન હોય અને આવે તો ડેડાણ ગામમાથી પાછા કાઢતા હોય આ વાતનું લાગી આવતા યુવકે ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે ખાંભા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધારીના વાઘાપરા–વીરપુર ગઢીયામાં પરણિતાએ ઝેર પીધું
ધારીના વાઘાપર ગામે રહેતા સોનલબેન વિજયભાઇ ચૌહાણ (ઉ.વ.૨૭) નામની પરિણીતાએ અનાજમાં નાખવાનો ઝેરી પાવડર દવા પી લેતા ઉલ્ટી ઉબકા થવા લાગ્યા હતા પતિએ પૂછતાં પોતે ઝેરી પાવડર પીધો હોવાનું કહેતા તાકીદે ધારી અને ત્યાંથી અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ ધારી પોલીસને કરવામાં આવતા પોલીસે જરી કાર્યવાહી કરી હતી. પરિણીતાએ પતિ પાસે ઘર ખર્ચાના પૈસા માંગતા પતિએ હાલમાં પૈસા ન હોય એમ કહેતા બંને વચ્ચે ચડભડ થવાથી આ વાતનું લાગી આવતા પગલું ભરી લીધું હતું.ધારીના વિરપુર ગઢિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મુળ એમપીની કવિતાબેન ભદુભાઇ તમર (ઉ.વ.૧૯)ની પરિણીતા વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. તેણીએ કયાં કારણોસર દવા પીધી એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઠીમાં પિયરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પીધી
લાઠીના કાચરડીગ ગામે પિતાના ઘરે રહેતી અને મહત્પવાના મોદાગામએ સાસં ધરાવતી હેતલબેન મિલનભાઇ સોરઠીયા (ઉ.વ.૨૮)ની પરિણીતાએ ઝેરી દવાનો પાવડર પાણીમાં નાખી પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
બનાવ અંગે દામનગર પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હેતલબેન દોઢેક મહીનાથી પીયરમાં રીસામણે હોય અને પતિ મિલન તા.૦૬ના રાત્રીના આશરે સાડા દસેક વાગ્યાના અરસામાં ફોનમાં વાત કરતા હતા ત્યારે પતિને કહેતા હતા કે, તમારે શાંતીથી રહેવુ હોય તો મને ખોટી રીતે કઇં કહેવાનું નહી પતિએ કહ્યું હતું કે, મારી સાથે રહેવુ હોય તો સાંભળવુ પડે તારે આવવું હોય તો આવ આથી પરિણીતાએ આવવવાની ના પાડી, તમે છેલ્લા દોઢેક મહીનાથી કેમ મને ફોન નથી કરતા તેવી વાતચીત કરી અને ફોન કાપી નાખ્યો હતો. આ વાતના સતત વિચારો આવતા હોવાથી આવેશમાં આવી પગલું ભરી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech