ઠેબા ગામમાં મહિલાને ફડાકો ઝીંકી અપાતી ધમકી

  • July 20, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા શખ્સ વિફર્યો

જામનગર નજીક ઠેબા ગામમાં ઘર આગળ અપશબ્દો બોલવાની એક શખ્સને ના પાડતા ઉશ્કેરાઇને મહિલાને ઝાપટ ઝીંકી દીધી હતી, આ મામલે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.
ઠેબા ગામ ભાવપરા વિસ્તારમાં રહેતી ખીમીબેન અમરાભાઇ સરસીયા (ઉ.વ.૬૫) નામના વૃઘ્ધાએ પંચ-એમાં ભાવપરા વિસ્તારમાં રહેતા હેમત લખુ ગમારા નામના શખ્સ વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૬ના રોજ ઠેબા ગામે ફરીયાદીના ઘર આગળ આવીને આરોપી હેમત જેમ તેમ અપશબ્દો બોલતો હોય જેથી ફરીયાદીએ અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી મહિલાને ઝાપટ ઝીંકી દઇ જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી, ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application