ગોરસર ગામ નજીક હાઈવે પર હિટ એન્ડ રનમાં મહિલાનું નીપજ્યું મોત

  • November 11, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર-માધવપુર નેશનલ હાઇવે પર ગોરસર ગામ નજીક અજાણ્યો કારચાલક મહિલાને ઠોકર મારી નાસી છૂટ્યો હતો હિટ એન્ડ રનની આ ઘટનામાં મહિલાનું મોત થતા ફરિયાદ દાખલ થઈ છે.ગોરસર ગામે રહેતા અને મજૂરી કામ કરતા જયદીપ ભીખુનાથ સતનાથ નામના યુવાને તેના માસી સવિતાબેન રતીગીરી અપારનાથી (ઉંમર: ૬૦)નું અજાણ્યા કાર ચાલકે મોત નીપજાવ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે.જેમાં જણાવ્યું છે કે જયદીપભાઇની ભાણેજ દિશા તેમના ઘરે આવી હતી અને વાત કરી હતી કે  તે દિશા તથા તેના નાનીમાં સવિતાબેન બંને જણા તેમના ઘરની સામે રહેતા નાથાભાઈ જાડેજા ના ઘરે ગયા હતા અને ત્યાંથી પાછા આવતા હતા ત્યારે રોડ ઉપર અજાણ્યા કારચાલકે નાનીમાં સવિતાબેન ને હડફેટે લઈ રોડ ઉપર પછાડી દીધા છે.  આથી ફરિયાદી જયદીપ તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો અને તપાસ કરતા સવિતાબેન ના માથામાં લોહી નીકળતું હતું અને બેભાન હતા તેથી ઈમરજન્સી સેવા ૧૦૮ ને ફોન કરીને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે સવિતાબેન ને લાવવામાં આવ્યા હતા જ્યાં બે કલાકની સારવાર આપ્યા બાદ સવિતાબેન નું મોત નીપજ્યું હતું. આથી પોસ્ટમોર્ટમની વિધિ કરાવ્યા બાદ અજાણ્યા કાર ચાલક સામે હીટ એન્ડ રનનો ગુનો ભાણેજ દ્વારા નોંધાવવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News