પુષ્પા-2 સ્ક્રિનિંગ દરમિયાન મહિલાનું મોત, અલ્લુ અર્જુન સહિત સંધ્યા થિયેટર સામે નોંધાયો કેસ

  • December 05, 2024 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગના સંબંધમાં નોંધાયેલા કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને આરોપી બનાવવામાં આવ્યો છે. 4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં 39 વર્ષીય મહિલા રેવતીનું મોત થયું હતું અને તેનો નવ વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ આ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનની સાથે થિયેટર મેનેજમેન્ટનું નામ પણ સામેલ છે.


વિગતવાર વાત કરીએ તો 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર એક્ટર અલ્લુ અર્જુન પણ કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વગર થિયેટર પહોંચી ગયો હતો. જો કે, આ આશ્ચર્ય તેના ચાહકો માટે એક દુર્ઘટનામાં ફેરવાઈ ગયું.


કેવી રીતે થયો અકસ્માત?

અલ્લુ અર્જુનને તેમની વચ્ચે જોઈને તેના ફેન્સની ભીડ બેકાબૂ થઈ ગઈ હતી. તેમના મનપસંદ સુપરસ્ટારની એક ઝલક મેળવવા માટે પ્રેક્ષકોમાં એટલી ધમાલ મચી ગઈ હતી કે થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 9 વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. આ ઘટના પછી પોલીસે ગંભીર પગલાં લીધાં અને અલ્લુ અર્જુન અને સંધ્યા થિયેટરના સંચાલક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application