ખીજડિયા ફિલ્ટરથી ઠેબા ચોકડી ર૯.૮ર કરોડ: સૉર્સ ઓગમેન્ટેશન, ડિસ્ટ્રીબ્યુટર નૅટવર્ક, ઈન્સ્ટ્રયુમેન્ટેન્શન અને સ્કાડા અને ફીલ્ટર પ્લાન્ટ સંપના કામ કરવા કોર્પોરેશન કટિબદ્ધ: નવા વિસ્તારોમાં પાઈપ લાઈન નાખવાથી વધુ ર૦ એમએલડી પાણી મળશે
જામનગર મહાનગર પાલિકાની હદ ૧૩ર કિલોમીટર થઈ ગયાં બાદ શહેરના કેટલાંક વિસ્તારોમાં પીવાના પાણીની પાઈપ લાઈન નાખવાનું નેટવર્ક ગોઠવાયું છે, આગામી દિવસોમાં ર૪પ કરોડના ખર્ચે પાઈપ લાઈન નેટવર્ક, નવા પાઈપ, સૉર્સ ઓગમેન્ટેશન, ડિસ્ટ્રીબ્યુટર નૅટવર્ક, ઈન્સ્ટ્રયુમેન્ટેન્શન અને સ્કાડા અને ફીલ્ટર પ્લાન્ટ સંપના કામ કરવામાં આવશે, ૧૪૬ કિલોમીટરની પાઈપલાઈન માટે ૬૦.૬૦ કરોડના કામ ચાલી રહ્યાં છે તે ડિસેમ્બરમાં પૂરા થશે અને લગભગ ૬૦ હજાર જેટલાં નાગરિકોને પાણીનો લાભ મળશે.
મહાનગર પાલિકાના બજેટમાં પણ કોર્પો.ના પદાધિકારીઓને તમામ વિસ્તારમાં લોકોને નલ સે જલ યોજના તથા અમૃત ર.૦ યોજના હેઠળ પીવાનું પાણી મળી રહે તે માટે આયોજન કરાયું છે. કમિશનર ડી.એન. મોદી, ડીએમસી યોગીરાજસિંહ ગોહિલ, સિટી ઈજનેર ભાવેશ જાની, વોટર વર્કસના નરેશ પટેલ, ચારણિયા તથા અન્યના લોકોએ આ જબરા નેટવર્કની કામગીરી શરુ કરી દીધી છે જેમાં ઊંડ -૧થી પંપ હાઉસ ફિલ્ટર પ્લાન ૯૦૦ એમએમ ડાયાની ૪ર કિલોમીટર ડીઆઈ પાઈપલાઈન ૧૨૧.૧૦ કરોડના ખર્ચે મંજૂર કરી છે જેમાં ૧૩ કિમીનું કામ પૂરું થયું છે જેનાથી આગામી દિવસોમાં ર૦ એમએલડી વધારાનું પાણી મેળવી શકાશે અને આ કામગીરી ડિસેમ્બરમાં પૂરી થશે.
ઉપરાંત રણજીત સાગર ડેમથી પંપ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી ૧ હજાર એમએમ ડાયાની ૭ કિમી પાઈપ લાઈન ર૮.૯૭ કરોડના ખર્ચે મંજૂર થયેલ છે જેમાં ૩ કિમીનું કામ પૂરું થયું છે. ના વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવા પાઈપલાઈન મદદરુપ થશે અને સમગ્ર કામ મે ર૦ર૪ માં પૂરું થશે તેમજ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અને પંદરમા નાણાં પંચ યોજના હેઠળ શહેરની હદમાં નવા ભળેલા નગર સીમ વિસ્તારમાં બાકી રહેતાં તમામ વિસ્તારોમાં નલ સે જલ યોજના અંતર્ગત ગોકુલનગર, સમર્પણ, મહાપ્રભુજીની બેઠક ઝોન, ઢીંચડા વિસ્તાર જેમાં મુખ્ય ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક હેઠળ ૬૦.૬૦ કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પ૪.૪૯ કરોડના ખર્ચે ૧ર૯ કિમીની પાઈપલાઈન નાખી દેવાઈ છે અને લગભગ માર્ચ મહિનામાં આ તમામ કામ પુરુ થશે જેનો લાભ ૬૦ હજાર લોકોને મળશે.
પીવાના પાણી માટે પંપ હાઉસથી સાત રસ્તા અને સાત રસ્તાથી સોલેરિયમ ઈએસઆર પાઈપ લાઈન નાખવાનું કામ શરુ થશે, જૂની પાઈપ લાઈન બદલાવાશે અને આ કામ માટે ર૧.ર૦ કરોડ મંજૂર કરાયા છે, પાઈપ બદલાતા લિકેજ પણ દૂર થશે તેમજ ખંભાળિયા બાયપાસ, નાઘેડી સહિતના નવા વિસ્તારમાં ૩૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ,૧ કરોડનો સંપ, ૧૮ લાખ કેપેસિટીનો ઈએસઆર, પમ્પિંગ મશીનરી અને મુખ્ય પાઈપલાઈન માટે ૩ર.૬૬ કરોડનું ટેન્ડર આવ્યું છે, આ વિસ્તારમાં કામ પુરુ થયે પ૦ હજાર લોકોને શુદ્ધ પાણી મળશે.
વોટર વર્કસ શાખાના પમ્પિંગ સ્ટેશનો, ડેમ સાઈટ, ફિલ્ટર પ્લાન્ટ, સ્કાડા સિસ્ટમ, ફલોમીટર માટે રુા.૧ર.૬૬ કરોડ તેમજ ભવિષ્યની પાણીની માંગણીને અનુલક્ષીને ૧૬૦ એમએલડી પાણી મળે એવું આયોજન કરાયું છે. આગામી દિવસોમાં ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટથી ઠેબા ચોકડી ૭૦૦ એમએમ ડાયા ડીઆઈ પાઈપ ર૯.૮ર કરોડના ખર્ચે નાખવામાં આવશે.
હાલમાં પાંચ ઝોનમાં પાણી વિતરણ થાય છે, જુદા જુદા વિસ્તારોમાં અને નવા વિસ્તારોમાં ૧૦૦થી પ૦૦ એમએલ પાઈપલાઈન નેટવર્ક અને રીસ ફ્રેસિંગનું કામ ર૩.૮૪ કરોડના ખર્ચે, ઊંડ ૧ ખાતે પમ્પિંગ મશીનરી અને મીકેનીકલ કામ માટે ૧૦.૯૧ કરોડ, નવી ઈન્ટેક વૉલ તેમજ શંકર ટેકરી, સમર્પણ ઈએસઆર ખાતે જૂના સંપ ડીસમેન્ટલ કરી નવા સંપ, કલોરિન રુમ, કેમ્પસ ડેવલોપર્સ માટે ૪ કરોડનો ખર્ચ કરાશે અને તમામ છેવાડાના વિસ્તારમાં લોકોને શુદ્ધ પાણી મળે તે માટે યોજના કરાઈ છે. મેયર વિનો ખીમસુરિયા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા સહિતની ટીમના સભ્યો પણ પીવાના પાણીનું નેટ વર્ક ઝડપી પુરુ થાય તે માટે સઘન પ્રયાસ કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech