મહારાષ્ટ્રમાંથી ટ્રકમાં લાખો રૂપિયાનો સિરપનો જથ્થો ભરીને લાવવાના ગુનામાં છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ ચોટીલાના સણોસરા ગામના અને હાલ રાજકોટમાં રહેતા ટ્રકચાલકને રાજકોટ રલ એસઓજીએ પકડીને ઉપલેટા પોલીસને સોંપ્યો છે.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ખાપરમાંથી નશાકારક સિરપનો જથ્થો મળી ૪૩.૬૫ લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જે ગુનામાં ટ્રક મારફતે મહારાષ્ટ્રથી સિરપ લઇ આવનાર ટ્રક ચાલક રાજકોટના આજી ડેમ ચોકડી પાસે ભારતનગર-૧માં રહેતો જાદવ સવશીભાઇ પરમાર (ઉ.વ.૬૨) ત્રણ માસથી નાસતો ફરતો હતો. ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા વોન્ટેડને પકડવાની ડ્રાઇવ પણ ચાલી રહી છે. એ દરમિયાન રૂરલ એસઓજીના એએસઆઇ, એસ.બી.નિરંજની, પી.સી. રઘુભાઇ ઘેડ, ચિરાગભાઇ કોઠીવાર સહિતના ઉપલેટા પંથકમાં પેટ્રોલિંગમાં હતાં એ સમયે રઘુભાઇને બાતમી મળી હતી, બાતમીના આધારે પીઆઇ એફ.એ.પારગી, પીએસઆઇ બી.સી.મિયાત્રાની રાહબરી હેઠળ આરોપી જાદવ પરમારને પકડી પાડયો છે. ઉપલેટા પોલીસ મથકને સોંપતા ધરપકડ સાથે પુછતાછ, કાયદાકીય કાર્યવાહી આરંભી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech