૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ગઈકાલે મોડી રાત્રે મંડપના પડદાને આગ લગાડવાનો પ્રયાસ થયો હોવાની ચોકાવનારી ઘટના બહાર આવતા ચૂંટણીના માહોલમાં એકાએક ગરમાવો આવી ગયો છે.ચૂંટણીના વાતાવરણને કલુષિત કરવાના પ્રયાસના ભાગપે કોઈએ આવું હિન કૃત્ય કયુ હોવાનું જાણવા મળે છે. જોકે આ બનાવ સંદર્ભે ભાજપ દ્રારા કે કોઈ આગેવાન દ્રારા હજુ સુધી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસને મૌખિક રીતે વાત કરવામાં આવી છે અને તેના કારણે હવે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો બંદોબસ્ત વધારી દેવાયો છે.
બુધવારે રાત્રે ૧:૩૦ વાગ્યાની આસપાસ કોઈ બાકાનીધારી શંકાસ્પદ હિલચાલ કરતો હોવાનું રાજુ નામના ચોકીદારના ધ્યાન પર આવતા તેમણે પડકાર કર્યેા હતો અને દોડીને ત્યાં પહોંચતા આ શખસ ભાગી ગયો હતો. જોકે તે પહેલા મધ્યસ્થ કાર્યાલયના પ્રવેશ દ્રારથી અંદર આવવા માટે જે નાની ડેલી રાખવામાં આવી છે તેની પાછળ મંડપના પડદા છે તે સળગાવવાનો પ્રયાસ થયો હોવાનું જણાવ્યું હતું. ચોકીદારે પોતાની સુઝબુઝનો ઉપયોગ કરી આગ વધુ પ્રસરે તે પહેલા બુઝાવી નાખી હતી.
આ બાબતે ભાજપના આગેવાનો પોતાનું નામ આપીને કશું બોલવા તૈયાર નથી પરંતુ એવું જણાવી રહ્યા છે કે આમ જોવા જઈએ તો આ માત્ર છમકલુ હતું પરંતુ જો સમયસર ધ્યાન ન જાત તો મોટી આગ પ્રસરવાની પણ શકયતા હતી. જો આમ થાત તો ચૂંટણીના વાતાવરણને તેની અસર થાય. અમે પોલીસ ફરિયાદ કરવાથી દૂર એટલા માટે જ રહ્યા છીએ કે ચૂંટણીનું વાતાવરણ ન બગડે. ચૂંટણી આડે હજુ એકાદ પખવાડીયુ બાકી છે ત્યાં ઇલેકશનનું વાતાવરણ ડહોળવાના આ પ્રયાસથી તત્રં વધુ સાબદુ બની ગયું છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે બંદોબસ્ત પણ વધારી દેવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech