“કૈસે પીતે હૈ ઇસકો?” હેલ્મેટ પહેરીને પાણી પીવાનો પ્રયાસ કરતી અનુષ્કા શર્માનો વિડીયો થયો વાયરલ

  • May 08, 2023 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્સ્ટન્ટ બોલિવૂડ દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપમાં અભિનેત્રી અનુષ્કા શર્મા  ક્રિકેટરનું હેલ્મેટ અને ગ્લોવ્ઝ પહેરેલી જોવા મળે છે. તે પાણી માંગી રહી છે અને પછી એક વ્યક્તિ તેને બોટલ આપે છે. અભિનેત્રી હેલ્મેટ કાઢ્યા વગર પાણી પીવાનો પ્રયાસ કરે છે પરંતુ તે મૂંઝવણમાં મુકાય જાય છે અને હસે છે.અનુષ્કાને એમ કહેતી સાંભળી શકાય છે કે, “કૈસે પીતે હૈ ઇસકો?” તેણે એમ પણ કહ્યું કે તેણે ક્રિકેટરોને હેલ્મેટ પહેરીને પાણી પીતા જોયા છે.



ઘણા ચાહકોએ પોસ્ટ પર ટિપ્પણી કરી. એક ચાહકે ટિપ્પણી કરી. “હર કોઈ વિરાટ નહીં હોતા ચાહે વો ઉસકી પત્ની હી ક્યૂ ના હો.” બીજાએ તેને ‘સ્ટ્રોનો ઉપયોગ’ કરવાનું સૂચન કર્યું. તે રમુજી સ્વભાવ માટે જાણીતી છે અને ઘણીવાર તેના અંગત જીવનની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરે છે. અભિનેત્રીએ સુલતાન, પીકે અને એ દિલ હૈ મુશ્કિલ સહિત અનેક હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application