આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની પૂર્વ તૈયારીના ભાગપે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી તૈયારીઓને અનુલક્ષીને તમામ જિલ્લ ાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કલેક્ટર કચેરી, ઈણાજ ખાતેથી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ પણ જોડાયા હતાં.ગુજરાત ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા મતદાનની ટકાવારી, વિવિધ જાગૃતિ અભિયાન, પોસ્ટલ બેલેટની ચકાસણી, મતદાન મથકો, કર્મચારીઓને તાલિમ જેવા વિવિધ મુદ્દે સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા પોસ્ટલ બેલેટ તેમજ ચૂંટણીલક્ષી વિવિધ એપ્લિકેશનની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.જે પછી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષી કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લ ા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ચૂંટણીની પૂર્વ તૈયારીના સંદર્ભે નોડલ અધિકારીઓને ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન, વિવિધ એજન્સીઓની કામગીરી, દિવ્યાંગ મતદારો તેમજ સિનિયર સીટિઝનોને પડતી અગવડતા નિવારવા, મતદારોની વિવિધ ફરિયાદોનો ત્વરિત ઉકેલ તેમજ લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે એવા કેમ્પેઈન ચલાવવા જેવી વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી અંગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન મુજબ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરએ ચૂંટણીલક્ષી કાર્યપદ્ધતિ અને અન્ય બાબતો અંગે જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ મિટિંગમાં જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નાયબ ચૂંટણી અધિકારી પલ્લ વી બારૈયા, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શના ભગલાણી, અધિક નિવાસી કલેકટર આર.જી.આલ તેમજ જિલ્લ ાના ચૂંટણી સાથે સંકળાયેલા જિલ્લ ાના વિવિધ વિભાગના નોડલ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech