કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવડા ગામે રહેતા રેખાબેન રાજુભાઈ કારાવદરા નામના 21 વર્ષના પરિણીત મહિલા તામસી સ્વભાવના હોય, કોઈ અગમ્ય કારણોસર તેણીએ શનિવારે બપોરે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવતીનો લગ્નગાળો બે વર્ષનો હતો. આ બનાવ અંગે મૃતકના પતિ રાજુભાઈ રણમલભાઈ કારાવદરા (ઉ.વ. 24) એ કલ્યાણપુર પોલીસને જાણ કરી છે.
અકળ કારણોસર રાવલના યુવાને ઝેરી દવા પી લેતા મોત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અરજણભાઈ કરસનભાઈ વાઘેલા ગામના 49 વર્ષના યુવાને શુક્રવારે સાંજના સમયે તેમના રહેણાંક મકાનમાં ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર મહેશભાઈ અરજણભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.
સુરજકરાડીના વૃદ્ધને હૃદયરોગનો હુમલો
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા રમેશભાઈ મનજીભાઈ મૂળીયા નામના 62 વર્ષના વૃદ્ધને શનિવારે વહેલી સવારે ઉલ્ટી ઉબકા ઉપડ્યા બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ રીતે હાર્ટ એટેક અથવા કોઈ બીમારીથી તેમનું મોત થયું અંગેનું મૃતકના પુત્ર વિશાલભાઈ રમેશભાઈ મૂળિયા (ઉ.વ. 32) મીઠાપુર પોલીસને કરી છે.
સલાયા બંદરે માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી
સલાયાના દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં પણ બંદર વિસ્તારમાં બોટ મારફતે માછીમારી કરવા ગયેલા રફીક નુરમામદ સંઘાર સામે સલાયા મરીન પોલીસે જુદી-જુદી કલમ હેઠળ ગુનો શોધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech