ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોક પાસેથી એક શખસને ચોરાઉ વાહન સાથે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા તેણે અન્ય વાહન પણ કર્યાની કબુલાત આપતા પોલીસે કુલ ચાર વાહનો કબજે કર્યા હતા. આ શખસ નશો કરવાની કુટેવ ધરાવતો હોય અને પોતાની સાથે એકથી વધુ ચાવી રાખતો હતો જે વાહનમાં ચાવી લાગે તે વાહન લઇ ચાલ્યો જતો હતો. તે વાહનની ચોરી પૈસા માટે ન કરતો પરંતુ તેને કયાંય ચાલીને જવું ન પડે તે માટે વાહન ચોરી કરતો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.જે.કરપડાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એસ.એલ. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, કોન્સ્ટેબલ પ્રદીપભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે માધાપર ચોક ઓવરબ્રિજ નીચે જામનગર તરફ જવાના રસ્તા પાસેથી એક શખસને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેનું નામ વિક્રમસિંહ ભવનસિંહ રાણા(ઉ.વ ૪૮ રહે. માધાપર ગામ,દ્રારકાધીશ પેટ્રોલ પપં પાછળ ઈશ્વરીયા પાર્ક સોસાયટી શેરી નંબર–૧) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાહનના કાગળો માંગતા આ શખસ ગલ્લા–તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં તેણે આ વાહન ગત તારીખ ૧૭૧૦૨૦૨૪ ના રાત્રિના સમયે જામનગર રોડ પર ગાયત્રીધામ સોસાયટી શેરી નંબર–૩ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ વાહન કબજે કયુ હતું. ચોરી કરેલા વાહન સાથે ઝડપાયેલા વિક્રમસિંહની વધુ પૂછતાછ કરતા તેણે અન્ય ત્રણ વાહનો પણ ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે તે વાહનો પણ કબજે કર્યા હતા. આમ પોલીસે કુલ પિયા ૭૮,૦૦૦ ની કિંમતના ચાર બાઇક કબજે કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દા પીવાની કુટેવ ધરાવે છે તે પોતાની સાથે બાઈકની ત્રણથી ચાર ચાવી પણ રાખતો હોય જે બાઈકમાં ચાવી લાગી જાય તે બાઈક લઇ પોતે નીકળી જતો હતો અને બાદમાં પોતાને ભાન ન રહેતી અને બાઇક રેઢુ મૂકી ત્યાંથી ચાલ્યો જતો હતો. આરોપીએ વાહન ચોર્યા બાદ એક પણ વાહન વેચ્યું નથી તે બાઇક ચોરી પૈસા માટે નહીં પરંતુ પોતાને ચાલીને જવું ન પડે તે માટે કરતો હોવાનું માલુમ પડું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech