અમેરિકી રાષ્ટ્ર્રપતિ બાઈડન માટે રચાશે અભેદ સુરક્ષા કવચ

  • September 01, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશની રાજધાની દિલ્હી જી–૨૦ સમિટની યજમાની કરવા માટે તૈયાર છે. આ સમિટમાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, કેનેડા, ઈટાલી જેવા દેશોના વડાઓ ભાગ લેશે. યાં પણ આવી બેઠકો થાય છે ત્યાં સુરક્ષા એ સૌથી મોટો પડકાર છે. આ તમામ નેતાઓમાં અમેરિકન રાષ્ટ્ર્રપતિ જો બિડેનને સૌથી કડક સુરક્ષા આપવામાં આવશે.દેશની રાજધાની દિલ્હીમાં યોજાનારી જી–૨૦ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. યાં પણ આ બેઠક થાય છે ત્યાં સૌથી મોટો પડકાર સુરક્ષા વ્યવસ્થાનો હોય છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાઈડન , બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્ર્રપતિ પણ આ બેઠકમાં ભાગ લેશે. એ જ રીતે ચીન, જર્મની, કેનેડા, ઈટાલી, ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયાના દેશોના વડાઓ ભાગ લેશે. આ તમામ મહેમાનો અને તેમની સાથેના પ્રતિનિધિઓ દિલ્હીની ૨૩ અને એનસીઆર માં ૯ હોટલોમાં રોકાશે.

આ તમામ નેતાઓમાં સૌથી કડક સુરક્ષા અમેરિકન રાષ્ટ્ર્રપતિ જો બાઈડનની હશે. બાઈડન ૭ થી ૧૦ સપ્ટેમ્બર સુધી ભારતમાં રહેશે. તેઓ નવી દિલ્હીમાં આઈટીસી મૌર્ય હોટલમાં રોકાશે. બાઈડન માટે આ હોટલના ૧૪મા માળે પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રાખવામાં આવશે. હોટેલમાં ૪૦૦ મ બુક છે.આ સમય દરમિયાન બાઈડન યુએસ સિક્રેટ સર્વિસના ૩૦૦ કમાન્ડોના સુરક્ષા કવચ હેઠળ હશે. દિલ્હીના રસ્તાઓ પર નીકળનાર સૌથી મોટો કાફલો પણ તેમનો જ હશે, જેમાં ૫૫–૬૦ વાહનો સામેલ હશે. બાઈડન ૭ સપ્ટેમ્બરે એરફોર્સ વનથી દિલ્હી એરપોર્ટ પર ઉતરશે, ત્યારબાદ તેઓ એક ભવ્ય કાફલા સાથે આઈટીસી મૌર્ય હોટલ માટે રવાના થશે. લગભગ ચારસો લોકોની ટીમ આઈટીસી મૌર્યમાં તેમની સાથે રહેશે. આ ઉપરાંત સિક્રેટ સર્વિસના ૩૦૦ કમાન્ડો અને તબીબોની એક ટીમ પણ ખડેપગે રહેશે.

બુલેટપ્રૂફ કાર ન્યુકિલયર એટેકથી પણ સુરક્ષિત
બાઈડનની બુલેટપ્રૂફ કાર પર હેન્ડ ગ્રેનેડ અને મિસાઈલ હત્પમલા સામે રક્ષણ આપે છે. આ વાહન કેમિકલ એટેક અને ન્યુકિલયર એટેકથી પણ સુરક્ષિત છે. રાષ્ટ્ર્રપતિની કારના ટાયર પણ બુલેટપ્રુફ છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિના કાફલામાં આવા કુલ ૩ વાહનો છે.બાઈડન જે કારમાં મુસાફરી કરશે તેમાં ફટબોલ આકારનું ઉપકરણ લગાવવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે એક સ્વિચ કે જે તેઓ કટોકટીના સમયે ઉપયોગ કરી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application