રાજકોટ શહેરમાં બધં મિલકતોને ટાર્ગેટ કરતી ચડ્ડી બનીયાન ધારી ત્રિપુટીના એક સાગરીતને એલસીબી ઝોન–૨ની ટીમે ઝડપી પાડતા ચ ઘરફોડીના ભેદ ઉકેલાયા છે. બે માસ દરમિયાન છ સ્થળે તાળા તોડયા બાદ ત્રણ સ્થળે ફોગટ ફેરો થયો હતો. ચોરી કરીને વતન તરફ નાસી જતા હતા.
રાજકોટમાં શિયાળાના સમય દરમિયાન ફરી ચોરી, ઘરફોડીના બનાવો વધવાથી પોલીસ સતર્ક બની છે. એ દરમિયાન એલસીબી ઝોન–૨ના પીએસઆઈ આર.એચ.ઝાલા તથા ટીમને માહિતી મળી હતી કે, ફરી ચડ્ડી બનીયાન ધારી ટોળકી એકટીવ બનવા ઉતરી છે. ચોકકસ બાતમીના આધારે ચડ્ડી બનીયાનધારી ગેંગના મધ્યપ્રદેશ કદવાલ ગામનો શખસ રઘન બૈરાગ અમલીયારને ઉઠાવી લીધો હતો.
આરોપીની હાથ ધરાયેલી આકરી પુછતાછમાં તેણે અન્ય બે સાગરીતો અનીલ ભવાનસિંગ બધેલ તથા રાજુ કેકડીયા બધેલ રહે. બન્ને એમપી અલીરાજપુર કદવાલની સાથે રાજકોટમાં બે વર્ષ દરમિયાન છ સ્થળે ઘરફોડી કર્યાની કેફીયત આપી હતી. મોરબી બાયપાસ રોડ પર શ્રીનાથજી એપાર્ટમેન્ટ ફલેટ નં.૨૦૪માં ચાંદીના ઘરેણા, રોકડ, નાગેશ્ર્વર વિસ્તાર રોયલ ફલેટ ૨૦૨માં સોના, ચાંદીના ઘરેણા, સવા વર્ષ પુર્વે નાગેશ્ર્વરમાં જ સંતોષ કરીયાણા નામની દુકાનમાં ૮૦૦૦ રોકડા, તેલનો ડબ્બો, કાજુબદામ, સાબુના બોકસ ચોરી લીધા હતા.
આ ઉપરાંત ફરી રોયલ હોમ્સ એપાર્ટમેન્ટમાં જ ફલેટને નિશાન બનાવ્યો, સનપ્રાઈડ એપાર્ટમેેન્ટમાં તથા ફરી એ જ મોરબી બાયપાસ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં પહોંચી ફલેટના તાળા તોડયા હતા પરંતુ ત્યાંથી કોઈ કિંમતી વસ્તુઓ હાથ લાગી ન હતી. પકડાયેલો શખસ બહાર ઉભો રહેતો અન્ય બે ચોરી કરવા ઘુસતા હતા. ગેંગે રાજકોટ ઉપરાંત વડોદરા, અમદાવાદ, જામનગરમાં પણ ઘરફોડીઓ કર્યાની કેફીયત આપી છે.
હાઇવે પરની સોસાયટીઓમાં જ ત્રાટકીને ચોરી કરી નાસી જતાં
આરોપી ત્રિપુટી મોડી રાત્રે હાઇવે નજીકની સોસાયટીઓમાં બધં ફલેટ, મકાન કે દુકાનમાં ત્રાટકતી હતી. ત્રણેય પૈકી રઘત અમલીયાર માત્ર ચડ્ડી પહેરી મોઢે કપડું બાંધીને હાથમાં નાના પથ્થરો લઇને બહાર ઉભો રહેતો હતો. કોઇ નીકળે નેે પડકારે તો પથ્થરોના ઘા કરી નાસવાની પેરવીમાં રહેતો. અન્ય બે સાગરિતો ચોરી કરવા જતાં હતાં. હાઇવે નજીકની જ સોસાયટીમાં ચોરી કરી વતન તરફ અથવા અન્ય શહેરમાં બીજા હાથ મારવા ચાલ્યા જતાં હતાં. ચડ્ડી બનીયાનધારીને પકડવા સાથે એએસઆઇ જેવી ગોહિલ, રાજેશ મિયાત્રા સહિતના જોડાયા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech