જામનગરમાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • August 07, 2024 10:48 AM 

જામનગરમાં જી.આઈ.ડી.સી.પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, લઘુ ઉદ્યોગ ભારતી જામનગર, સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપ. સોસયટી, જામનગર ઈલેકટ્રોપ્લેટર્સ એસોસીએશન, દેવભુમિ દ્વારકા જિલ્લા વન વિભાગ, જી.આઈ.ડી.સી. જામનગર અને પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સંયુકત ઉપક્રમે ગત તા. ૦૨/૦૮/૨૦૨૪ ને શુક્રવારના રોજ જી.આઈ.ડી.સી. ફેસ-૨ ના રેસીડેન્ડ ઝોનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં અતિથીવિશેષ તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ દિનેશભાઈ એમ. ડાંગરીયા, પંચકોષી બી ડિવિજનના પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા, જામનગર જીઆઈડીસીના અધિકારી રાણાભાઇ, વન વિભાગના અધિકારી જાડેજાભાઇ તથા ઝાલાભાઇ, આર્મીના જવાનો અને અન્ય સંસ્થાના હોદેદારો અને કારોબારી સભ્યો તથા બહોળી સંખ્યામાં ઉદ્યોગકારોએ હાજર રહી વૃક્ષારોપણ કરી, વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું અને વધતા પ્રદુષણને અટકાવવા માટે વધુ વૃક્ષો વાવવાની સુચના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application