બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: આરોપી ફરાર

  • July 03, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. પી.ડી. વંદા તથા એમ.ડી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા તથા મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાં આવેલા બારીતળાવ નેસ વિસ્તારમાંથી પોલીસે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપી પાડી હતી. જેમાં પોલીસે દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂપિયા ૬,૮૦૦ નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.
જો કે આ સ્થળેથી આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. જે અંગેની તપાસમાં આ દારૂની ભઠ્ઠી આ જ વિસ્તારમાં રહેતા સામત ઉર્ફે હકા દાના રબારી નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસે સામત ઉર્ફે હકા રબારીને હાલ ફરાર ગણી, પ્રોહી. એક્ટ હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application