જામનગર શહેરના લાખોટા તળાવની પાળે આવેલ પરિમલ ટ્રેડર્સ નામના પેટ્રોલ પંપની ઓફિસમાંથી બે શખ્સોએ રોકડા રૂપિયા ૩૫,૩૭૦ ની ચોરી કરી નાસી ગયા હતા.જે અંગે નોંધાયેલી ફરિયાદ નાં આધારે પોલીસે એક શખ્સ ને પકડી પાડયો છે.
જામનગર મા શહેરના તળાવની પાળે આવેલા પરિમલ ટ્રેડર્સ પેટ્રોલ પંપ ગત તા. ૨૬ - ૪- ૨૪. ના રોજ મધરાતે દોઢ વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર બે શખ્સો પેટ્રોલ પૂરાવવા માટે આવેલાં અને ચોકીદરે તેમને પેટ્રોલ પંપ બંધ છે. તેવું જણાવતા મોટર સાયકલની પાછળ બેઠેલા શખ્સે બાથરૂમ જવાનું કહી પેટ્રોલ પંમાં અંદર આવી ઓફિસનું શટર થોડું ખુલ્લુ હોય તેમાંથી અંદર પ્રવેશ મેળવી લીધો હતો. ઓફિસના ટેબલના ખાનામાં રાખેલ રોકડ રૂપિયા ૩૫,૩૭૦ ની ચોરી કરી રફુચકકર થઈ ગયા હતાં.
આ બનાવ અંગે બીજા દિવસે પેટ્રોલ પંપ ના મેનેજર દિપકભાઈ છત્રાળાને ધ્યાને આવતાં સીસીટીવી ચેક કરતાં ચોરી થઇ હોવાનું ખૂલતાં તેમણે અજાણ્યા ચોર વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસ ને ચોરી નાં આ બનાવ અંગે આરોપી ની માહિતી મળી હતી.જેના અનુસંધાને ઈરફાન રશિદભાઈ દોદાઈ (૨૪) ને ઝડપી લીધો હતો.અને તેના કબ્જા માંથી રૂ.૩૫,૩૭૦ ની રોકડ કબજે કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech