દેશની સરહદોની સુરક્ષાના નવા પડકારોનો સામનો કરવા માટે પ્રસ્તાવિત સંકલિત સંયુકત કમાન્ડની સ્થાપના માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. બ્લૂપ્રિન્ટ મુજબ, પ્રસ્તાવિત થિયેટર કમાન્ડનું નેતૃત્વ ફોર સ્ટાર જનરલ કરશે. જો આમ થશે તો ભારતના સૈન્ય નેતૃત્વ માળખામાં ફેરફાર થશે. ચીન સાથે ડીલ કરવા માટે બનાવવામાં આવી રહેલી નોર્ધન થિયેટર કમાન્ડનું હેડકવાર્ટર લખનૌમાં હશે.પાકિસ્તાન પર ધ્યાન કેન્દ્રિત કરતા વેસ્ટર્ન થિયેટર કમાન્ડનું હેડકવાર્ટર જયપુરમાં બનાવવામાં આવશે.મેરીટાઇમ થિયેટર કમાન્ડ હિંદ મહાસાગરમાંથી ઉવતા જોખમોનો સામનો કરશે, જે તિવનંતપુરમમાં આવી શકે છે.
આ પુન:સંગઠન હાલના જેમાં કામગીરી, આયોજન અને લોજિસ્ટિકસમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે તે ૧૭ સિંગલ–સર્વિસ કમાન્ડસ (આર્મી અને એર ફોર્સ માટે પ્રત્યેક સાત અને નૌકાદળ માટે ત્રણ)નું સ્થાન લેશે. તાજત્તરમાં ૧૭ સિંગલ–સર્વિસ કમાન્ડનું નેતૃત્વ થ્રી–સ્ટાર અધિકારીઓ (લેટનન્ટ જનરલ, એર માર્શલ અથવા વાઇસ એડમિરલ) દ્રારા કરવામાં આવે છે.
આ બ્લુ પ્રિન્ટ રક્ષામંત્રી રાજનાથ સિંહ સમક્ષ રજુ કરવામાં આવી ચુકી છે. થિયેટર કમાન્ડ અધિકૃત રીતે અમલમાં આવે તે પહેલા સરકારની મંજૂરી અંતિમ પગલું છે. એકવાર મંજૂર થયા બાદ પુનર્ગઠનને સંપૂર્ણ રીતે કાર્યરત થવામાં ૧૨–૧૮ મહિનાનો સમય લાગશે.
નવા થિયેટર કમાન્ડ ત્રણ સેવાઓના હાલના ૧૭ સિંગલ–સર્વિસ કમાન્ડને બદલશે. દરેક નવી થિયેટર કમાન્ડ આર્મી, નેવી અને એર ફોર્સને એક યુનિટમાં એકીકૃત કરશે. ભારતીય વાયુસેનાએ તિવનંતપુરમ સ્થિત તેની સધર્ન એર કમાન્ડ છોડીવી પડશે. આર્મી જયપુરમાં તેની દક્ષિણ–પશ્ચિમ કમાન્ડ ખાલી કરશે. વર્તમાનમાં લખનૌમાં સ્થિત આર્મીની સેન્ટ્રલ કમાન્ડને પણ આ નવા માળખા હેઠળ બદલવામાં આવશે.
ચીનના સૈન્ય સુધારાઓને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૬માં, ચીને તેની પીપલ્સ લિબરેશન આર્મીને પાંચ થિયેટર કમાન્ડમાં પુન:સંગઠિત કરી હતી. ચીની આર્મીની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ પૂર્વી લદ્દાખથી અણાચલ પ્રદેશ સુધીની સમગ્ર ૩,૪૮૮ કિમીની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)નું સંચાલન કરે છે. તેનાથી વિપરીત, ભારત હાલમાં ચીન સાથેની તેની ઉત્તરીય સરહદોનું સંચાલન કરવા માટે ચાર આર્મી અને ત્રણ એરફોર્સ કમાન્ડનો ઉપયોગ કરે છે.
લખનૌમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સૈન્યને ભવિષ્યના પડકારો અને પડોશના વિકાસને ધ્યાનમાં રાખીને કોઈપણ 'અણધારી' પરિસ્થિતિનો સામનો કરવા માટે એક સામાન્ય સૈન્ય દ્રષ્ટ્રિ વિકસાવવા વિનંતી કરી છે અને તેમને અવકાશમાં ક્ષમતાઓ બનાવવા માટે અધતન તકનીક અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે. ઇલેકટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓના ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. કોન્ફરન્સના છેલ્લા દિવસે રક્ષામંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાઓ વચ્ચે સંયુકતતા અને એકીકરણને આગળ વધારવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. રાજનાથસિંહે ગુવારે અહીં ટોચના સૈન્ય નેતૃત્વની પ્રથમ સંયુકત કમાન્ડર કોન્ફરન્સના બીજા અને અંતિમ દિવસે સૈન્ય અધિકારીઓને સંબોધિત કર્યા. કોન્ફરન્સની થીમ 'સ્ટ્રોંગ એન્ડ સિકયોર ઈન્ડિયા: ટ્રાન્સફોર્મેશન ઇન ધ આમ્ર્ડ ફોર્સિસ'નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારત એક શાંતિ પ્રેમી રાષ્ટ્ર્ર છે અને શાંતિ જાળવી રાખવા માટે સશક્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જર છે.
બ્લુપ્રિન્ટ મુજબ, થિયેટર કમાન્ડરોને સીડીએસ અને આર્મી ચીફ જેવા જ સ્તર પર મૂકવામાં આવશે, જેઓ ફોર સ્ટાર ઓફિસર છે. જો કે, થિયેટર કમાન્ડ માટે ફોર સ્ટાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે કે કેમ તે અંગે સરકારનું વલણ હજુ સ્પષ્ટ્ર નથી. ચીન, પાકિસ્તાન અને હિંદ મહાસાગરથી ઉવતા ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખીને સૈન્ય માળખામાં એકીકૃત કમાન્ડની સ્થાપનાને એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. લખનૌમાં આયોજિત બે દિવસીય જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સ (જેસીસી)માં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જોઈન્ટ થિયેટર કમાન્ડના આ પગલાનો હેતુ આર્મી, નેવી અને એર ફોર્સ વચ્ચે સંકલન અને સંયુકત કામગીરીમાં સુધારો લાવવાનો છે, જે વધુ સંકલિત અને અસરકારક સંરક્ષણ પ્રણાલી તરફ દોરી જાય છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે થિયેટર કમાન્ડની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. બ્લુ પ્રિન્ટમાં સૂચિત થિયેટર કમાન્ડના નિયંત્રણ અને સંચાલનથી સંબંધિત માળખાની પરેખા આપવામાં આવી છે. આ કમાન્ડ ભારતીય દળોને ત્રણ ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત કરીને સંચાલન કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech