દ્વારકા જિલ્લામાંથી ઘર છોડીને જામનગર પહોંચેલી કિશોરીની મદદે ૧૮૧ની ટીમ

  • December 19, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુશળ કાઉન્સેલિંગથી અભ્યમ ટીમે ઘરે પરત મોકલી : પરિવારને સોંપી

 જામનગરમાં એક જાગૃત મહિલાએ ૧૮૧ પર કોલ કરીને જણાવેલ કે અહીંયા એક ૧૬ વર્ષની દીકરી બપોર ૧૨ વાગ્યા થી બેઠી હોય છે અને તેઓ તેમનું નામ કે સરનામું જણાવતી નથી અને અમારી શેરીમાં આવીને બેસેલી હોય છે તેથી ૧૮૧ની મદદની જરુર છે
કોલ આવતાની સાથે જ એક ૧૮૧ ટીમના કાઉન્સેલર રીના દિહોરા, તારાબેન ચૌહાણ તેમજ પાયલોટ મહાવીરસિંહ વાઢેર સ્થળ પર રવાના થયેલ સ્થળ પર પહોંચીને કિશોરી સાથે કાઉન્સેલિંગ કરેલ અને કાઉન્સિલિંગ કરતા જણાયું કે યુવતી પાસે એક સ્માર્ટફોન હોય છે તેમાં તેઓ બપોરથી વાતચીત કરતા હોય છે તે નંબર પર ફોન કરીને જાણેલ  પરંતુ ફોન બંધ આવતો હોય છે.અને યુવતી દ્વારકા જિલ્લાના હોય છે અને તેઓ સવારના વહેલા પાંચ વાગ્યાથી ઘરેથી નીકળી ગયેલ હોય છે પરંતુ હવે તેમને ઘરે પરત જવું નથી તેવું જણાવતી હતી.
તેમનું નામ સરનામું પિતાનું નામ વગેરે જાણવાની કોશિશ કરતા તેમના પિતા ત્યાં આવ્યા હતા, તેમના પિતા સાથે કાઉન્સિલિંગ કરેલ અને તેઓએ જણાવેલ કે તેમની દિકરી છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં કશું બોલતી ચાલતી ન હોય અને વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય છે અને તેમની પાસે એક સ્માર્ટફોન છે, તેમના પિતાએ જણાવેલ કે અમો બપોરથી દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ દાખલ કરેલ હતાા તેઓએ કિશોરીના મોબાઇલનું લોકેશન પરથી તેમના પિતાને જણાવેલ કે કિશોરી જામનગર જિલ્લામાં છે તેથી તેમના પિતા  જામનગરમાં આવી પહોંચેલ હતા અને હાલ કિશોરી ઘરે પરત ન જવા જણાવતી હોય  તેથી કિશોરીના આવા નિર્ણયથી તેમના પિતા ખૂબ ગભરાઈ ગયા હોય અને દુ:ખી  હતા, ત્યારબાદ કિશોરીને શાંતિથી બેસાડીને તેમનું કુશળ કાઉન્સેલિંગ કરેલ અને આખરે કિશોરી તેમના પિતા સાથે જવા માટે તૈયાર થયેલ અને  કિશોરીના પિતાએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application