શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે. શહેરના મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે વેલનાથપરા નજીક ટ્રકે એકટીવાને હડફેટે લેતા કણર્વિતી સ્કૂલના શિક્ષિકાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તો બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઇ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ બપોરના સમયે મોરબી રોડ પર જૂના જકાતનાકા પાસે વેલનાથપરા નજીક ટ્રકે એકટીવાને હડફેટે લેતા એકટીવા ચાલક મહિલાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. દરમિયાન અહીં એકત્ર થયેલા લોકોમાંથી કોઈ રાહદારીએ મહિલા પાસે કણર્વિતી સ્કૂલનું કાર્ડ હોય જેથી સ્કૂલમાં સંપર્ક કર્યો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર મહિલા કણર્વિતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા સ્નેહલબેન બ્રિજેશભાઈ પોપટ (ઉ.વ 37 રહે. જૂના મોરબી રોડ આર.કે.ડ્રિમ એપાર્ટમેન્ટ,જૂનો મોરબી રોડ, રાજકોટ) હોવાનું માલુમ પડ્યું હતું. અકસ્માતની આ ઘટનાને લઇ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો તો બીજી તરફ શિક્ષિકાના પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ અહીં દોડી ગયા હતા.
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, સ્નેહલબેન રેલનગરમાં આવેલી કણર્વિતી સ્કૂલમાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓના શિક્ષિકા છે. તે અહીં છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ બ્રિજેશભાઈ અનાજ કરિયાણાના વેપારી છે.
સ્નેહલબેન આજે રાબેતા મુજબ શાળાએ ગયા બાદ નોકરી પૂરી કરી ઘરે પરત ફરતા હતા. દરમિયાન અહીં મોરબી રોડ પર પેટ્રોલ પંપે એકટીવામાં પેટ્રોલ પુરાવી બહાર નીકળતા ટ્રકે તેમને હડફેટે લીધા હતા જેથી તેમનું મોત થયું હતું. બનાવના પગલે શિક્ષિકાના પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનાને લઇ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
પ્રિન્સિપાલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો
મોરબી રોડ પર લીધા બાદ અહીં રાહદારીએ મહિલા પાસે સ્કૂલનું આઈ કાર્ડ હોય જેથી આ આઈકાર્ડ મારફત શાળામાં સંપર્ક કર્યો હતો.શિક્ષિકાનું અકસ્માતમાં મોત થયા અંગેની જાણ કરતા કણર્વિતી સ્કૂલના પ્રિન્સિપાલ કેતનભાઇ બોરીચા તથા સ્ટાફ તાકીદે અહીં બનાવસ્થળે આવી પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના દરિયામાંથી ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું
November 15, 2024 03:13 PMટ્રેકટર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા મહિલાનું સ્થળ પર કરૂણ મોત
November 15, 2024 03:10 PMમાર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમપી ઢોરનો ત્રાસ યથાવત
November 15, 2024 03:09 PMસિહોરના ટાણા ગામે તળાવમાં છવાયું ગાંડી વેલનું સામ્રાજ્ય, ગંદકીના ગંજ
November 15, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech