વેરાવળના ખેરાળી ગામે અલગ–અલગ ૩ સીમતળના ૩ રસ્તા પરના દબાણો દૂર કરતું તંત્ર

  • February 17, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જિલ્લ ા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અનુસાર તેમજ નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ આલની સીધી દેખરેખ હેઠળ મોજે – ખેરાળી ગામથી ઓમનાથ મહાદેવ મંદિર ઉંબા તથા ખેરાળી થી ઐંબા ગામને જોડતાં સીમતળના  રસ્તા પરની પેશકદમી દૂર કરવાની રજૂઆત અન્વયે ખેરાળી ગામના સીમતળના રસ્તા પરની પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખેરાળી ગામથી ઓમનાથ મહાદેવ મંદિર રસ્તા પર તા. ૦૩ ફેબ્રુઆરી થી તા. ૦૪ ફેબ્રુઆરી એમ બે દિવસમાં મામલતદાર (વેરાવળ ગ્રામ્ય)ની ટીમ  દ્રારા  રેકર્ડ મુજબનો રસ્તો અંદાજિત ૭૦૦ મીટર લંબાઈ તથા ૧૩ થી ૧૫ ફટ જુદી–જુદી જગ્યાએ પહોળાઈ ધરાવતા રસ્તા પર ૦૨  જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ હટાવી રસ્તો ખુલ્લ ો કરવામાં આવ્યો હતો.
ખેરાળી ગામથી ઉંબા ગામને જોડતો રસ્તો કે જેની લંબાઈ આશરે ૧ કિ.મી. તથા તેની રેકર્ડ મુજબ અલગ–અલગ પહોળાઈ ધરાવતા રસ્તા પર તા. ૦૫ ફેબ્રુઆરી થી  ફેબ્રુઆરી એમ ત્રણ દિવસમાં ૪ જેસીબી મશીન તેમજ તા. ૦૮ ફેબ્રુઆરી થી ૯ ફેબ્રુઆરી એમ બે દિવસમાં ૧ જેસીબી મશીન તેમજ તા. ૧૦ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી એમ ચાર દિવસમાં ૪ જેસીબી મશીન દ્રારા રસ્તા પરના દબાણ હટાવી રસ્તો રેકર્ડ મુજબનો ખુલ્લ ો કરવામાં આવ્યો હતો.
ખેરાળી ગામના ખાતેદાર શ્રી  રાજાભાઈ ખેરની અરજી અન્વયે ખેરાલી ગામના  સીમતળનો રસ્તો કે જેની લંબાઈ આશરે ૧૦૦ થી ૧૫૦ મીટર અને પહોળાઈ ૧૪ ફટ થી લઇ ૧૨ ફટ સુધીની છે તે  રસ્તા પર તા. ૧૩ ફેબ્રુઆરી થી ૧૪ ફેબ્રુઆરી એમ બે દિવસમાં ૨ જેસીબી મશીન વડે રસ્તા પરના દબાણ હટાવી રસ્તો ખુલ્લ ો કરવામાં આવ્યો હતો. આમ, સમગ્રતયા આશરે . ૨૫ લાખની કિંમતના રસ્તાઓને ખુલ્લ ા કરવામાં આવ્યાં હતાં.
આમ, ખાસ રજિસ્ટરે નોંધાયેલ ખેરાળી ગામના અલગ–અલગ ૩ સીમતળના રસ્તા પરના દબાણો  મામલતદાર (વેરાવળ ગ્રામ્ય)ની ટીમ દ્રારા  રેકર્ડ મુજબના ખુલ્લ ા કરવામાં આવ્યાં હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application