લફરાબાજ પતિ પત્નીને કહેતો તું તારો રસ્તો કર નહીંતર હું કરી નાખીશ

  • November 08, 2023 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલના ગુંદાસરની પરિણીતાએ પતિ અને સસરા સામે જયારે ધોરાજીની પરિણીતાએ પતિ સામે શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.હાલ શાપર વેરાવળમાં માવતરના ઘરે રહેતી દક્ષાબેન (ઉ.વ 27) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના ગુંદાસરા ગામે સદગુરુ સોસાયટીમાં રહેતા પતિ હાર્દિક પ્રવીણચંદ્ર દવે અને સસરા પ્રવીણચંદ્ર શાંતિલાલ દવેના નામ આપ્યા છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન છ વર્ષ પૂર્વે હાર્દિક સાથે થયા હતા પાંચ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સસરા દારૂ પી ઘરે આવી ગાળો આપતા હતા અને માવતરના ઘરે જતા રહેવાનું કહેતા હતા. પતિ પણ કહે તો કે મારે તું નથી જોઈતી તારો રસ્તો કર, નહિતર હું તારો રસ્તો કરી નાખીશ તેમ કહી છુટાછેડાની ધમકી આપતો હતો. પતિને અન્ય યુવતી સંબંધ સાથે હોય અને હાલ તે તેની સાથે રહેતો હોય તેની સાથે લગ્ન કરવા હોવાથી છૂટાછેડા માટે અવારનવાર ધમકી આપતો હતો. એક માસ પૂર્વે પતિ અને સસરાએ માથાકૂટ કરી ગાળો આપી હોય જેથી પરિણીતા માવતરના ઘરે ચાલી આવી હતી ત્યારબાદ સાસરીયા હોય તેને તેડી જવાની કોઈ દરકાર ન લેતા અંતે તેને આ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે હાલ ભાયાવદર માવતરના ઘરે રહેતી કરિશ્માબેન(ઉ.વ 27) નામની પરણિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીમાં પાંચ પીરની વાડી હાજીપીર કોલોનીમાં રહેતા પતિ ફાઈઝ કાદરભાઈ રાવકેડાનું નામ આપ્યું છે. પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન પાંચ વર્ષ પૂર્વે ફાઇઝ સાથે થયા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ પતિ કામ ધંધેથી જે પણ પૈસા આવતા તે દારૂમાં ઉડાવી દેતો હતો અને ઘરે પૈસા આપતો ન હતો. જેથી પરિણીતા તેની પાસે પૈસા માંગે તો તેને મારવા દોડતો હતો ઘર સંસાર ચલાવવો હોવાથી પરિણીતા આ મુંગા મોઢે સહન કરતી હતી પતિ અવારનવાર ઝઘડો કરી ત્રાસ આપતો હોય લગ્નજીવન દરમિયાન પરિણીતા પંદરેક વખત માવતરના ઘરે રિસામણે આવી ચૂકી છે દરમિયાન ગત તારીખ 9/10/ 2023 ના પતિના રોજબરોજના આ ત્રાસથી કંટાળી પરિણીતા માવતરના ઘરે રિસામણે આવી ગઈ હતી અને ત્યારબાદ અંતે તેણે આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application