શેરબજારમાં અચાનક જ 1500 પોઈન્ટની તોફાની તેજી

  • January 02, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજારમાં આજે બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 80032 ના સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી 484 પોઈન્ટના ઉછાળા સાથે 24226 પર પહોંચી ગયો છે. બજાજ ફિનસર્વ 8 ટકાથી વધુ વધ્યો છે. આઇશર મોટર્સ પણ 7.30 ટકાના દરે ઉડી રહી છે. બજાજ ફાઇનાન્સ પણ 6.43 ટકા ઉપર છે. માર્ટી અને ગ્રાસિમમાં 4 ટકાથી વધુનો વધારો થયો છે. આ શેરો નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં છે.
વર્ષ 2025ની શરૂઆત ભારતીય શેરબજાર માટે શાનદાર રહી હતી. 1 જાન્યુઆરીએ પ્રથમ દિવસે, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે લીલા નિશાન પર બંધ થયા, પછી આજે પણ આ ગતિ ચાલુ રહી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ પાછલા ટ્રેડિંગ દિવસે 368 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ હરિયાળી જોવા મળી રહી છે. બજારમાં તેજી વચ્ચે બજાજ ફાઈનાન્સથી લઈને રેલટેલ સુધીના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
આજે શેરબજારમાં કારોબાર ગ્રીન ઝોનમાં શરૂ થયો હતો. સેન્સેક્સ તેના અગાઉના 78,507.41ના બંધની સરખામણીએ 78,657.52 ના સ્તરે ખૂલ્યો હતો અને થોડા સમય પછી તે 350 થી વધુ પોઈન્ટના વધારા સાથે 78,893.18 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીની આ ગતિ વધતી જતી હોવાથી કારોબાર વધતો ગયો અને સવારે 11 વાગ્યાની આસપાસ બીએસઈનો સેન્સેક્સ ઈન્ડેક્સ લગભગ 700 પોઈન્ટના વધારા સાથે 79,213.10ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી પણ ઉપરના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. લગભગ 200 પોઈન્ટ વધીને 23,963.50ના સ્તરે પહોંચ્યો હતો. આજે પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન, બજાજ ફાઇનાન્સ શેર સૌથી વધુ ટ્રેડ કરી રહેલા રહેલા શેરોમાં મોખરે હતો અને લગભગ 3.75 ટકાના ઉછાળા સાથે રૂ. 7,196.50 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ પછી લાર્જ કેપમાં સમાવિષ્ટ, મારુતિ શેર (3.11 ટકા) ઈન્ફાઈ શેર (2.95 ટકા)ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
મિડકેપ કેટેગરીમાં રેલટેલ શેર (6.43 ટકા), પોલિસી બજાર શેર (2.90 ટકા), આઈજીએલ શેર (2.38 ટકા) ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે સ્મોલકેપ કંપ્નીઓમાં, રિકો ઓટો શેર સૌથી ઝડપી 13.72 ટકા ઉછળ્યો હતો. આ સાથે ડીવાયસીએલ શેર પણ લગભગ 7 ટકા ઊંચકાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application