જડુસ હોટલ પાસે મારવાડી કોલેજના વિધાર્થીને ૪ શખસોએ માર મારી, છરી બતાવી ધમકી આપી

  • March 07, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના પરાબજાર વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં બીબીએનો અભ્યાસ કરનાર વિધાર્થી કાલાવડ રોડ પર જત્પસ હોટલ પાસે આવેલા જીમ પર ગયો હતો ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી તેને ચાર શખસોએ મારમાર્યેા હતો.બાદમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વિધાર્થીની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનો નથી જરી કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, પરાબજાર પાસે જુયુબેલી શાક માર્કેટ પાછળ રહેતા અમાર શોએબભાઈ સાદીકોટ(ઉ.વ ૨૦) નામના યુવાને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરીજીતસિંહ જાડેજા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મારવાડી કોલેજમાં બીબીએનો અભ્યાસ કરે છે. ગત તારીખ ૨૩ ૨૦૨૪ ના સાંજના સમયે તે કાલાવડ રોડ પર જડુસ હોટલ આગળ આવેલ મેકડોનાલ્ડના પાકિગમાં હતો ત્યારે તેના મિત્રો સાનિધ્ય રણપરા અને આદિત્યસિંહ વાઘેલાને હરિજિતસિંહ જાડેજા સાથે ઝઘડો થયો હતો બાદમાં સમાધાન પણ થઈ ગયું હતું.
દરમિયાન ગઈકાલે સાંજના સમયે યુવાન અહીં જડ્ડત્પસ હોટલ આગળ જીમમાં જીમ કરવા માટે ગયો હતો સાંજના જીમ કરી નીચે ઉતરતો હતો ત્યારે આરોપી હરીજીતસિંહ જાડેજા અને તેની સાથેના તેના ત્રણ મિત્રો તેની પાસે આવ્યા હતા અને બોલાચાલી કરી ગાળો આપવા લાગ્યા હતા. જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા હરિજિતસિંહ ઉશ્કેરાઇ યુવાનને ઢીકાપાટુનો માર્યેા હતો તેમજ તેના મિત્રો પણ યુવાનને માર મારવા લાગ્યા હતા. દરમિયાન તેના એક મિત્રએ છરી કાઢી મારવા જતા જિમમાં રહેલ યુવાનના મિત્રએ તેને પકડી લીધો હતો બાદમાં પોલીસને જાણ કરતા આરોપીએ ધમકી આપી હતી કે, તને તો જાનથી મારી નાખવો છે. ત્યારબાદ યુવાનને સામાન્ય ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાદમાં તેણે આ અંગે આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application