રાજકોટમાં કારની હેડફેટે મારવાડી કોલેજના વિધાર્થીને ગંભીર ઇજા

  • April 01, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. રાત્રિના ઉમિયા ચોક પાસે પુર ઝડપે ધસી આવેલી કારે આગળ જતા એકસેસને હડફેટ લેતા એકસેસ ચાલક મારવાડી કોલેજના વિધાર્થીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાન પરીક્ષાની તૈયારી માટે મિત્રને ત્યાંથી વાંચીને ઘરે પરત ફરતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર ગોવિંદપાર્કમાં રહેતો ડેનીસ પંકજભાઈ ઠુંમર (ઉ.વ ૨૨) નામનો યુવાન રાત્રિના એકસેસ લઇ ઘરે આવી રહ્યો હતો દરમિયાન ઉમિયા ચોક પાસે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાર નંબર એમએચ૧ સીઆર ૮૫૬૨ ના ચાલકે એકસેસને હડફેટે લેતા યુવાન રોડ પર પડકાયો હતો અને તેને માથાનાભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવાન મારવાડી કોલેજમાં સોટવેર એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે ટૂંક સમયમાં તેની પરીક્ષા હોય જેથી તે મિત્રના ઘરે પરીક્ષાની તૈયારી પે વાંચવા માટે ગયો હતો. અહીંથી વાંચીને ઘરે પરત ફરતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી છે. યુવાનના પિતા પંકજકુમાર ઇમિટેશનનું કામ કરતા હોવાનું માલુમ પડું છે.
અકસ્માતની આ ઘટનાને લઈ પોલીસે જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application