ઠેક-ઠેકાણે વડીલો દ્વારા આપવામાં આવી રહ્યા છે આશીવર્દિ: જામનગર-દેવભુમિ દ્વારકાની તમામ 7 વિધાનસભા બેઠકના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં જયાં-જયાં પ્રચાર માટે જઇ રહ્યા છે ત્યાં-ત્યાં ઉમેદવાર અને મતદાર નહીં પરંતુ પરીવાર જેવી ભાવનાના થઇ રહ્યા છે દર્શન
ચૂંટણીઓ કોઇ નવી વાત નથી, રાજકીય પક્ષના ઉમેદવારો સામસામે ઉભા હોય છે એ પણ જાણીતી વાત છે, મતદાન પૂર્વે ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે જતાં હોય છે જે રીતે પ્રવર્તમાન લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો જનતા જનાર્દનના દરબારમાં જઇ રહ્યા છે, આ બધી સામાન્ય બાબતો વચ્ચે ખાસ કરીને 12-જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમનો ચૂંટણી પ્રચાર એક અનોખા પ્રકારનો દેખાઇ રહ્યો છે અને હાલારના બંને જિલ્લાના તમામ તાલુકામાં તથા ગામડાઓમાં જયાં-જયાં પૂનમબેન માડમ ગયા છે ત્યાં-ત્યાં મતદારો સાથે એમની જે આત્મીયતા જોવા મળી છે તે અનોખા પ્રકારનો આભાસ કરાવે છે અને હાલારના મતદારો તથા પૂનમબેન માડમની વચ્ચે એક ઉમેદવાર અને મતદાર નહીં પરંતુ આત્મીયતા ભયર્િ સંબંધો જોવા મળી રહ્યા છે જે વાસ્તવમાં એક પરીવારની ભાવના દશર્વિે છે. આ બાબત ખુબ જ નોંધપાત્ર છે અને રાજકારણીઓ માટે પ્રેરણાસ્ત્રોત પણ છે.
લોકસભાની ચૂંટણીનો પ્રચાર યુઘ્ધ શ થયો ત્યારથી સતત સાંસદ પૂનમબેન માડમ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે, તેઓ એક મહીલા તરીકે હાલારમાં હેટ્રીક નોંધાવનારા પ્રથમ સાંસદ બની ચૂકયા છે અને આ ત્યારે જ શકય બન્યું હોય ત્યારે જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના મતદારોના મનમાં એમના માટે અનન્ય પ્રેમ હોય જે આ વખતે પ્રચારમાં ઠેકઠેકાણે જોવા મળી રહ્યો છે.
આ અહેવાલની તસવીરોના સંકલનમાં જામનગર તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા તાલુકા વિસ્તારોમાં પૂનમબેન માડમ દ્વારા થઇ રહેલા ચૂંટણી પ્રચાર, રોડ શો, જાહેરસભા, ડોર-ટુ-ડોર પ્રચાર, જોઇ શકાય છે અને તેમાં મોટાભાગના સ્થળે પૂનમબેન માડમને વડીલો દ્વારા માથા પર હેત સાથે હાથ રાખીને આર્શીવાદ આપતા જોવા મળે છે, ઠેકઠેકાણે બહેનો દ્વારા પૂનમબેન માડમ સાથે સેલ્ફી લેવા પણ પડાપડી થાય છે. યુવાનો, યુવતિઓ દ્વારા પૂનમબેનને આવકાર મળે છે અને આવું એક-બે સ્થળે નહીં જામનગરની સાતે સાત વિધાનસભા પર જયાં-જયાં પૂનમબેન જાય છે ત્યાં-ત્યાં મતદારો અને એમની વચ્ચે પારીવારીક સંબંધો જેવું જોવા મળ્યું છે.
જયાં પણ પૂનમબેન જાય છે ત્યાં હાલારની એક સુશિક્ષીત દિકરી આંગણે આવી હોય એવો અહેસાસ પ્રજાજનો કરે છે અને એટલા માટે જ ઉમળકાભેર આવકાર આપે છે, તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે આશીવર્દિ આપી રહેલા વડીલોના ચહેરા પર સ્નેહની કેવી ભાવના છે અને એ જ રીતે ઠેકઠેકાણે મહીલાઓ દ્વારા પૂનમબેન સાથે કેટલા આનંદ અને ઉત્સાહ સાથે બહેનો તસવીરો ખેંચાવે છે તથા સેલ્ફી લે છે.
76-કાલાવડ, 77-જામનગર ગ્રામ્ય, 78-જામનગર વિધાનસભા, 79-જામનગર વિધાનસભા, 80-જામજોધપુર, 81-ખંભાળીયા, 82-દ્વારકાના વિધાનસભા વિસ્તારના મુખ્ય તાલુકા મથક અને ગામડાઓમાં પૂનમબેન દ્વારા પ્રચાર કરવામાં આવ્યો એ વખતે આ અનોખી બાબત જોવા મળી છે, જે સ્પષ્ટ દશર્વિે છે કે, હાલારના બહુમતી મતદારો સંસદ ભવનમાં પોતાના પ્રતિનિધિ તરીકે સુશિક્ષીત અને સ્વચ્છ કારર્કીદી ધરાવતા પૂનમબેન માડમને જ ઇચ્છી રહ્યા છે.
હું હાલારની દિકરી છું અને મારા પરીવાર જેવા મતદાતાઓ સમક્ષ હું ફરી એક વખત આવી છું, મારા માટે જામનગર અને દેવભુમિ દ્વારકાના મતદાતાઓ મતદાર નથી પરંતુ મારા પરીવારના સભ્યો છે, એટલા માટે જ મારા હાલારના તમામ વડીલો, મારી બહેનો એટલે કે મારી સખીઓ દેશના ભવિષ્ય જેવી યુવા પેઢી સમક્ષ વધુ એક વખત આવી છે અને મને પૂર્ણ વિશ્ર્વાસ છે કે, હાલાર કે જે મારો પરીવાર છે એ મારી સાથે જ રહેશે.
લોકસભાની ચૂંટણીમાં આમ પણ ભાજપ તરફથી મહીલા ઉમેદવારને ત્રીજી વખત તક આપવામાં આવી હોવાથી કુલ મતદારોમાં 50 ટકા હિસ્સો ધરાવતી મહીલાઓ તો લગભગ તમામ એમના પ્રત્યે લાગણી ધરાવે છે અને વડીલો તરફથી જે રીતે આશિવર્દિ પ્રાપ્ત થઇ રહ્યા છે, યુવાનો જે રીતે ઉત્સાહ સાથે જોડાઇ રહ્યા છે આ બાબત પરીણામનો સ્પષ્ટ રીતે સંકેત આપનારી બની રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech