ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે રોડ-શો જાહેરસભાઓ સાથે સોશ્યલ મિડીયાના માધ્યમથી યુવાનોને ટારગેટ બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. બન્ને પાર્ટીના આઇટી સેલના સાયબર વોરરૂમમાં ફેસબુક, એક્સ અને ઇન્સ્ટાગ્રામનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે.રાજકીય નેતાઓના રિલ્સ, ચૂંટણીના વચનો અને ભાષણો સહિતની સામગ્રી સોશ્યલ મિડીયા પર મૂકવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ પર જેટલો માહોલ દેખાતો નથી તેના કરતાં અનેકગણો ટ્રાફિક આ મિડીયા પર જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા વિકાસની ગેરંટી અને 400 પ્લસ સાથે વિવિધ પોસ્ટ પોસ્ટ કરવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની નીતિઓ અને ખોટા નિર્ણયોની ટીકા થઇ રહી છે.
ભાજપ્ના આઇટી સેલ દ્વારા દર 15 મિનિટે એક પોસ્ટ મૂકવામાં આવે છે, જેમાં મોદીના વચનો, ભાષણો અને ચૂંટણી ઢંઢેરાની ક્લિપ બનાવીને વાયરલ કરવામાં આવે છે. એ ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓના રોડ-શો, જાહેર સભાઓ તેમજ તેમના ભાષણોને પણ લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યાં છે.
ભાજપ દ્વારા સૌથી વધુ પોસ્ટ એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવી રહી છે. જ્યારે ઉમેદવારો માટે ખાસ એક પ્રકારની રિલ્સ તૈયાર કરવામાં આવી છે જે ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોના નામની આગળ પોતાનાપણું મતદારોનો લાગે એવા આશય થી રિલ્સ તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસના આઇટી સેલ દ્વારા ચૂંટણી ઢંઢેરાની રીલ્સ બનાવવામાં આવી છે. એ ઉપરાંત રાષ્ટ્રીય નેતાના ભાષણો, જંગી જાહેરસભાની તસવીરો, દેશની જનતાના પ્રશ્નો, કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ તેમજ અન્ય દેશોના ભારત સાથેના સબંધોને વાયરલ કરવામાં આવી રહ્યાં છે. ચૂંટણી પ્રચારના ટૂંકા દિવસોમાં રાજકીય નેતાઓ બઘે પહોંચી ન શકે તેવા સંજોગોમાં સોશ્યલ મિડીયા એક અસરકારક માધ્યમ છે. પોસ્ટ મૂકવામાં એઆઇ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઇ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech